• Gujarati News
  • National
  • ઉજ્વલા યોજનાથી ગરીબના ઘરે સુખની ઉર્જાનું નિર્માણ થશે

ઉજ્વલા યોજનાથી ગરીબના ઘરે સુખની ઉર્જાનું નિર્માણ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનાગઢશીશા ખાતે આર્થિક પછાત-ગરીબ પરિવારોના રસોડાને રાંધણ ગેસનો લાભ દેવાના આશયથી મહિલાઓને નિઃશુલ્ક ગેસ જોડાણ મળે તેવી યોજનાનો ગેસ એજન્સીના માધ્યમથી રાજ્યમંત્રી તારાચંદ છેડા અને સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. છેડાએ જણાવ્યું હતું કે, ગરીબના ઘરમાં મફત ગેસ કનેક્શન આપી ઉજ્વલા યોજના બનાવી ગરીબના ઘરમાં સુખની ઉર્જાનું નિર્માણ થાય સૌ સુખી થાય અને સ્વસ્થ રહે તેવી કેન્દ્રની ભાવનાને યોજના ઉજાગર કરે છે.

માંડવી ખાતે પ્રધાનમંત્રી ઉજાલા યોજનાનું ઉદ્દઘાટન કરતાં સાંસદ ચાવડાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને સરકાર યોજનાનો લાભ પહોંચાડવા નિર્ણયો કરાયો છે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજકોટ એલપીજીના ટેરેટરી મેનેજર, એ.એન.એમ.ચેજિયને કહ્યું હતું કે, એલપીજી અમીરોના ઘરનું ઇંધણ હતું. નક્કર પગલાં લઇ સરકારે ગરીબોના ઘરમાં નિર્ધૂમ રસોઇ માટે તેમજ મહિલાઓના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ બચાવવા મફત ગેસ યોજના દ્વારા પ્રયાસ કર્યો છે. ચેમ્બર ઓફ કોમર્સના ચંદ્રસેન કોટકે શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રસંગે અતિથિવિશેષ ભાજપ મહામંત્રી અનિરૂદ્ધ દવે, ગામના સરપંચ હીરા કારા રબારી, ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, તા.પં. પૂર્વ પ્રમુખ ચંદુભાઈ વાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ અમૂલ દેઢિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પ્રવિણ પોપટ અને આભારવિધિ મંજુલાબેન કોટકે કરી હતી.

ગઢશીશામાં લાભાર્થીને મફત ગેસ કિટ અર્પણ કરતાં રાજ્યમંત્રી અને સાંસદ.

અન્ય સમાચારો પણ છે...