• Gujarati News
  • National
  • અંજારની પ્રથમ સરકારી અંગ્રેજી શાળાનો પ્રારંભ

અંજારની પ્રથમ સરકારી અંગ્રેજી શાળાનો પ્રારંભ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારશહેરની પ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાના મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના અદ્યતન મકાન બનાવવા રાજ્ય સરકારે રૂા. 55 લાખની ગ્રાન્ટ ફાળવી હતી.

પ્રસંગે વાલીઓ, વિદ્યાર્થીઓ તથા લોકોને સંબોધતા અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, અંજાર શહેર અને તાલુકામાં શિક્ષણનું સ્તર ઉચું લાવવા સૌ પોતાની સામાજીક જવાબદારી નિભાવે. શાળામાં 75 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. પ્રસંગે પાલિકા પ્રમુખ પુષ્પાબેન ટાંક, પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મેહુલ વ્યાસ, વાઇસ ચેરમેન દિગંત ધોળકિયા, ગોવિંદ કોઠારી, દીપક આહિર, દીક્ષિતાબેન બારોટ, બીનાબેન સીતાપરા, હેમલતાબેન પોમલ, સમાજ કલ્યાણ અધિકારી પી.એન. આચાર્ય, શાસનાધિકારી પડસુંબિયા તથા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...