• Gujarati News
  • National
  • ‘અહેમદભાઇનો વિજય ધાકતંત્ર પર લોકતંત્રની જીત સમાન છે’

‘અહેમદભાઇનો વિજય ધાકતંત્ર પર લોકતંત્રની જીત સમાન છે’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલભારતીય કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીનું અનેક ઉતાર-ચડાવને અંતે પરિણામ અપેક્ષિત આવ્યું છે.

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીનો વિજય નક્કી હતો. રહસ્ય માત્ર સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલની આજુબાજુ ગૂંથાતું હતું. આખરે અહેમદ પટેલનો વિજય થતાં કોંગ્રેસીઓમાં હરખની હેલી છવાઇ છે.

ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની રાહબરી હેઠળ કાર્યકરોએ ઢોલ-નગારાં વગાડી, ફટાકડા ફોડી, મીઠાઇ વહેંચી ખુશી મનાવી હતી. પ્રમુખના જણાવ્યા મુજબ એક ઉમેદવારને જે રીતે હરાવવા માટે પ્રપંચોની લીલા રચાઇ હતી, રાષ્ટ્રિય નેતાઓ મેદાને પડ્યા હતા, સરકારી મશીનરીને ખડેપગે કરાઇ હતી, ધાક-ધમકી અને ભયના વાતાવરણ વચ્ચે પણ વિજય મળતાં ભાજપનો સાચો ચહેરો લોકો સામે આવી ગયો છે.

પ્રસંગે પ્રદેશમંત્રી નવલસિંહ જાડેજા, આદમ ચાકી, રસિક ઠક્કર, જયવિરસિંહ જાડેજા, અરજણ ભુડિયા, મીઠુભાઇ મહેશ્વરી, હરેશ આહિર, ચંદુભા ઝાલા, અમીરઅલી લોઢિયા, કલ્પનાબેન જોષી, રવિ ત્રવાડી, ફકીરમામદ કુંભાર સહિતના કાર્યકરો-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ અહેમદભાઇના વિજયને વધાવવા માટે આતશબાજી કરાઇ હતી, મીઠાઇ વહેંચાઇ હતી. નિમિત્તે દેવળીયા નાકાથી કોંગ્રેસ ભવન સુધી યોજાયેલી પદયાત્રામાં પ્રમુખ હમીર રબારી, કરશન રબારી, અરજણ ખાટરીયા, હમીર મ્યાત્રા, રમજાન રાયમા, શામજી આહિર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

દયાપરમાં પણ કોંગ્રેસી કાર્યકરો-હોદ્દેદારોએ ભવન પર વિજયોત્સવ મનાવી વિજયને લોકશાહીની સાચી જીત ગણાવી હતી. વેળાએ જિલ્લા પંચાયત સદસ્ય હઠુભા સોઢા, હાસમ નોતિયાર, હુસેન રાયમા, લહેરીકાંત જોષી, આરબ જત, ધનજી સોલંકી, મામદ જાુંગ સહિતના કાર્યકરો જોડાયા હતા.

કોંગી સદસ્યોએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા જે રીતે બળજબરીપૂર્વક સદસ્યોને વટલાવ્યા હતા તેવી કોઇપણ પરિસ્થિતિ ભવિષ્યમાં પેદા થશે તો તેનો આવી રીતે સંગઠનપૂર્વક જડબાંતોડ જવાબ આપી લોકશાહીની મશાલને પ્રજ્જવલિત રખાશે.

રાપરમાં પણ અહેમદ પટેલના વિજય નિમિત્તે કોંગ્રેસી કાર્યકરોઅે ઢોલ-નગારાં અને ફટાકડા ફોડવા સાથે વિજયોત્સવ મનાવી લોકતંત્રની ધાકતંત્ર પર જીતને મનાવી હતી.

જિલ્લાભરમાં કોંગીએ વિજયોત્સવ મનાવ્યો : ભાજપ વિરુદ્ધ સૂત્રો પોકાર્યાં

અન્ય સમાચારો પણ છે...