• Gujarati News
  • National
  • ભોજાય અને મઉંમાં 9 ખેલી 12640ની રોકડ સાથે ઝડપાયા

ભોજાય અને મઉંમાં 9 ખેલી 12640ની રોકડ સાથે ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકાના ભોજાય અને મઉમાં જુગાર પર પોલીસે દરોડો પાડીને 9 ખેલીને 12640ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.ભોજાય ગામના તળાવ પાસે ઓટલા પર જુગાર રમતા લક્ષ્મીચંદ લધા સંઘાર, વસંત સામજી સાવલા, ભરતસિંહ વેલુભા રાઠોડ, રામજી વેલા સંઘાર અને હિંમત લધા સંઘારને રેડ દરમિયાન ઝડપી પાડ્યા હતા. ગઢશીશા પોલીસ મથકના કોન્સ્ટેબલ વનરાજસિંહ રવુભા ઝાલાએ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો બીજીતરફ મોટી મઉમાં તીનપત્તીનો જુગાર રમતા પચાણ ડાયા મહેશ્વરી, વેલગર બાબુગર ગુસાઇ, વીરગર પચાણગર ગુસાઇ તેમજ વાલજી દામજી ધોરિયા સહિત 4 જણ (રહે. તમામ મોટી મઉ)ને 2140ની રોકડ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...