• Gujarati News
  • National
  • યુનિ.માં અેડમિશન પ્રક્રિયા પૂર્ણ: 4 રાઉન્ડ હાથ ધરાયા

યુનિ.માં અેડમિશન પ્રક્રિયા પૂર્ણ: 4 રાઉન્ડ હાથ ધરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છયુનિવર્સિટીમાં મે માસના અંતિમ સપ્તાહથી હાથ ધરાયેલી એડમિશન પ્રક્રિયાની કામગીરી હવે પૂર્ણ કરી લેવામાં આવી છે. અને આગામી એકાદ સપ્તાહમાં કઇ ફેકલ્ટી કે કોર્સમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો તેનો ચોક્કસ આંકડો આવી જશે તેવું યુનિના સત્તાવાર સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું.

કચ્છ યુનિ.માં હાલમાં કાર્યરત સ્નાતક, અનુસ્નાતક બી.એડ. સહિતના કોર્સ ઉપરાંત વર્ષે અમલી બનાવાયેલા નવા અભ્યાસક્રમમાં છાત્રોના પ્રવેશ માટેની પ્રક્રિયા વર્તમાન શૈક્ષણિક સત્રમાં 4 રાઉન્ડમાં સંપન્ન કરવામાં આવી હોવાનું વાઇસ ચાન્સેલર ડો. સી.બી. જાડેજાએ વિગત આપતાં કહ્યું હતું. કયા અભ્યાસક્રમમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો તેનો ચોક્કસ આંકડો તો એકાદ સપ્તાહ બાદ જાણવા મળશે, પણ પ્રાથમિક તબક્કે જે આંકડા સામે આવ્યા છે, તે જોતાં મોટાભાગની ફેકલ્ટીમાં ગત વર્ષની તુલનાએ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોવાનું જણાઇ આવ્યું છે.

આમ તો પ્રવેશ પ્રક્રિયા જુલાઇના અંતિમ સપ્તાહમાં સંપન્ન કરી લેવાની હતી, પણ 12મા ધોરણની પુરક પરીક્ષાનું પરિણામ 31 જુલાઇના જાહેર કરાતા તેમાં પાસ થયેલા છાત્રો કોલેજમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી જાય તે માટે 2થી 5 ઓગસ્ટ દરમિયાન એડમિશનનો આખરી રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...