• Gujarati News
  • National
  • જિલ્લા સ્ટેશનરી એસો.ના વાર્ષિક સંમેલનમાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા

જિલ્લા સ્ટેશનરી એસો.ના વાર્ષિક સંમેલનમાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના મોટાયક્ષ મુકામે યોજાયેલા કચ્છ જિલ્લા સ્ટેશનરી અને બુકસેલર્સ એસોસિયેશનના વાર્ષિક સંમેલનમાં જિલ્લાભરના ઉપસ્થિત રહેલા વેપારીઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા.

સંસ્થાના અધ્યક્ષ વાડીલાલ મોરબીયાના પ્રમુખપદે યોજાયેલી બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેલાં સમતાશ્રીજી મ.સા. અને જ્યોતિપ્રજ્ઞાશ્રીજી મ.સા.એ પોતાનાં માંગલિકમાં વેપારીઓને આબરૂ, આજીવિકા અને આરોગ્ય જાળવવા સદાય પ્રામાણિક રહેવા શીખ આપી હતી. બેઠકમાં આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવનારા જીએસટીથી ગભરાવાની જરૂર હોવાનું અને તેનાથી વેપારીઓને ફાયદો હોવાનું જણાવાયું હતું. ગયા વર્ષે નુકસાન જવા છતાં વેપારીઓએ શાળાના પાઠ્યપુસ્તકો રાખ્યાં હતાં તે રીતે વખતે પણ રાખવા અનુરોધ કરાયો હતો.

વેળાએ ઉપપ્રમુખ હેમેન્દ્ર કંસારા, ખજાનચી ઇન્દ્રમલ મહેતા, સંગઠન મંત્રી નિતિન ઠક્કર, મહામંત્રી રમજાન ખોજા, વિનોદ મહેતા, શાંતિલાલ જૈન, જયંતિ પટેલ, દિલીપ ચાવડા, ભરત જોષી, કિશોર શાહ, રાજેશ શાહ, મિલન મહેતા, ભાવેશ દેઢિયા સહિતના વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા જિજ્ઞેશ પલણ, પ્રફુલ્લ કંસારા, હિંમત પટેલ, દિપક પંડ્યા, ધર્મેશ ઠક્કર, કેવલ ઠક્કર, કાંતિલાલ પટેલ સહિતના વેપારી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

બેઠકમાં ઉપસ્થિત એસોસિયેશનના હોદેદારો- વેપારીઓ

મોટાયક્ષ ખાતે મળેલી બેઠકમાં જિલ્લાભરમાંથી વેપારીઓ હાજર રહ્યા

અન્ય સમાચારો પણ છે...