તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નખત્રાણામાં સ્કૂટર સ્લીપ થતાં વયસ્કે જીવ ખોયો

નખત્રાણામાં સ્કૂટર સ્લીપ થતાં વયસ્કે જીવ ખોયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાગામમાં રહેતા વયસ્કનું સ્કૂટર સ્લીપ થતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને સારવાર નસીબ થાય તે પૂર્વે મોત આંબી ગયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નખત્રાણામાં રહેતા મોહનભાઇ રામજીભાઇ સોની (ઉ.વ.58) સોમવારે બપોરના અરસામાં પોતાનું સ્કૂટર લઇને વથાણ ચોકી બાજુ જઇ રહ્યા હતા, ત્યારે તેમનું સ્કૂટર અચાનક સ્લીપ થઇ જવાથી તમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે ભુજ 108 એમ્બ્યુલન્સ મારફતે લઇ આવતા હતા, ત્યારે માર્ગ વચ્ચે તેમનું મોત નીપજ્યું હતું, વયસ્કનાં મોતના સમાચારથી તેમના પરિવાર તથા ગમગીની ફેલાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...