તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ બાર એસો.ના પ્રમુખ પદ માટે 4 દાવેદારો મેેદાને

ભુજ બાર એસો.ના પ્રમુખ પદ માટે 4 દાવેદારો મેેદાને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
9ડિસેમ્બરમાં યોજાનારી ભુજ બાર એસોસિયેશનની ચૂંટણીમાં દાવેદારીના ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ 49 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં પ્રમુખની દાવેદારી માટે માજી પ્રમુખ સહિત 4 સિનિયર વકીલો મેદાનમાં ઉતર્યા છે.

ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે મંગળવારે સાંજે 103 ઉમેદવારી ફોર્મમાંથી 49 ફોર્મ રજૂ થયા હતા, જેમાં પ્રમુખની દાવેદારી માટે અગાઉની ટર્મમાં પ્રમુખ રહી ચૂકેલા પી.એસ. કેનિયાએ ફરી પ્રમુખ બનવા માટે દાવેદારી નોંધાવી છે, તો તેમના સાથે વરિષ્ઠ ધારાશાસ્ત્રી હેમસિંહ ચૌધરી, ભીખાલાલ સામજી મહેશ્વરી, હિનાબેન નરેન્દ્રભાઇ ઠક્કરે સહિત ચાર વકીલો આમને-સામને રસાકસીમાં ઉતર્યા છે, તો બે ઉપપ્રમુખની જગ્યા માટે પાંચ ફોર્મ ભરાયા છે, એક મંત્રીની દાવેદારી માટે ત્રણ ફોર્મ, જ્યારે બે સહમંત્રી માટે ત્રણ અને આસિસ્ટન્ટ સહ મંત્રીની એક જગ્યા માટે પાંચ ઉમેદવારોએ રસ દાખવ્યો છે, એક ટ્રેઝરર માટે બે ફોર્મ ભરાયા છે, જ્યારે અન્ય 12 કારોબારી સભ્યોની ઉમેદવારી માટે 27 વકીલોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે, પ્રમુખ સહિત 19 જણની પેનલ માટે 103 ફોર્મમાંથી મંગળવારે સાંજે 49 ફોર્મ ભરાયા હતા, આગામી 30/11ની સાંજે દાવેદારોના નામ ચૂંટણી અધિકારી ડી.એન. વૈદ્ય તથા સુભાષભાઇ વોરા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોએ 2 ડિસેમ્બરે સુધી ફોર્મ પાછા ખેંચી શકશે, તેવું ચૂંટણી અધિકારી સુભાષભાઇ ડી. વોરાએ જણાવ્યું હતું.

19 ઉમેદવારી માટે 49 ફોર્મ રજૂ થયા

અન્ય સમાચારો પણ છે...