તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સર્જિકલ સ્ટ્રાઇક બાદ યુવાનોમાં સેનામાં જોડાવા ઉત્સાહ વધ્યો

સર્જિકલ સ્ટ્રાઇક બાદ યુવાનોમાં સેનામાં જોડાવા ઉત્સાહ વધ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાપોલીસ ગ્રાઉન્ડ ખાતે એરમેન સિલેક્શન સેન્ટર મુંબઇ અને રોજગાર વિનિમય કચેરી-ભુજના સંયુક્ત ઉપક્રમે એરફોર્સ માટેના ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ ચાલનારી ભરતીમાં ગુજરાતભરમાંથી 1160 યુવાને ભાગ લીધો હતો.

એરફોર્સ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં ગુજરાતના 36 જિલ્લામાંથી બે દિવસ 18-18 જિલ્લા માટે ગ્રૂપ-X નોન ટેક્નિકલ અને મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ અને ગ્રૂપ-Yના ટેક્નિકલ એમ બે ગ્રૂપના ઉમેદવારોની મેડિકલ અને રિટર્ન ટેસ્ટ લેવાઇ હતી, ટેસ્ટમાં જે ઉમેદવારની એજ્યુકેશન અને શારીરિક ક્ષમતા લાયક હોય, તેને પ્રવેશ અપાયો હતો, જેમાં 24/11ના 460 ઉમેદવાર અને શનિવારે 700 ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા.

રવિવારે સવારે ઉમેદવારોની શારીરિક ક્ષમતાની ચકાસણી કરાશે, જેમાં ઉમેદવારોએ સાડા સાત મિનિટમાં 1.6 કિ.મી.ની દોડ પૂરી કરવી પડશે, 10 દંડ અને 10 વખત પગના અંગુઠાને અડી પોતાની ફિટનેસ પુરવાર કરવી પડશે.

બાબતે રક્ષા મંત્રાલયના પ્રવક્તા અને જનસંપર્ક અધિકારી વિંગ કમાન્ડર અભિષેક મતિમાને જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા દર વર્ષે થાય છે. 2014માં જામનગર અને 2015માં રાજકોટ ખાતે ભરતી યોજાઇ હતી, પણ ભુજમાં યોજાયેલી ભરતીમેળાનું મહત્ત્વ છે કે, આઠ વર્ષ બાદ આખા ગુજરાતના ઉમેદવારો માટેની ભરતી છે. 2015માં રાજકોટમાં યોજાયેલી ભરતીમાં 940માંથી 107 ઉમેદવારોની ભરતી થઇ હતી. ભરતીમાં 1160 ઉમેદવારો છે, તેમાંથી કેટલી ભરતી થાય છે, તે આવનારો સમય બતાવશે, પણ જો યુવાન પોતે ધારે તો ચોક્કસ ફોજમાં ભરતી થઇ શકે.

યુવાન પોતે ધારે તો ફોજમાં ભરતી થઇ શકે

શનિવારે મેડિકલ-રિટર્ન ટેસ્ટ બાદ રવિવારે ફિઝિકલ ટેસ્ટ

અન્ય સમાચારો પણ છે...