તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે દરિયાઇ જૈવિક સંપદા જાળવવી આવશ્યક

કચ્છ-ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે દરિયાઇ જૈવિક સંપદા જાળવવી આવશ્યક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1620કિ.મી. સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાત રાજ્યના વિસ્તારમાં રહેતા લાખો પરિવારને જૈવિક સંપત્તિ ઉપરથી રોજગારી મેળવવામાં પડતી મુશ્કેલીઓનું નિવારણ તેમજ તેમને યોગ્ય અજીવિકા મેળવવા માટેનું માર્ગદર્શન બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ ભુજ સ્થિત કચ્છ યુનિવર્સિટીમાં યોજાયું હતું.

દરિયાઇ જૈવિક સંશોધનો અને દરિયાકાંઠા વિસ્તારની રોજગારી વિશે રાજ્ય સરકારના ઇકોલોજી કમિશન અને ગાઇડ સંસ્થા દ્વારા વિવિધ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી. ભારતના સમુદ્ર કિનારા સ્થિત રાજ્યના વિશેષજ્ઞો તેમજ ગુજરાતની જેટલી યુનિવર્સિટીના તજજ્ઞોએ તેમનું મંતવ્ય આપ્યું હતું. ક્ષેત્રમાં થયેલા સંશોધનો 160થી વધુ ઉપસ્થિત સંલગ્ન વિષયના નિષ્ણાતો સમક્ષ મૂકવામાં અાવ્યા હતા. પરિસંવાદમાં દરિયાઇ જૈવ સંશોધનો અને તેનો સાતત્ય પૂર્ણ વ્યવસ્થાપન, મત્સ્યોદ્યોગમાં આધુનિક વિકાસ અને ભય સ્થાનો, જલીય જીવોની પર્યાવરણીય અને સ્વાસ્થ્ય પર અસર અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.

દરિયાના પાણીનું શુદ્ધિકરણ પ્લાન્ટ જેવા ચેરિયાનું કેમ સંવર્ધન કરવું તે અંગે એક્સપર્ટ્સ દ્વારા માહિતી અપાઇ હતી. ગાઇડના નિયામક આર.વી. અસ્સારીએ જણાવ્યું હતું કે, દરિયાઇ વન્યસંપદાનું નિકંદન વિસ્તારમાં રોજીરોટી રળતા પરિવારો માટે જોખમકારક છે. એટલું નહીં, જો સમયસર તેની જાળવણી અને સંવર્ધન નહીં કરવામાં આવે, તો બહુ થોડા વર્ષોમાં જીવસૃષ્ટિનું ખરાબ પરિણામ સામે આવશે. વરિષ્ઠ સંશોધકો દ્વારા સેમિનાર દરમિયાન જૈવ સંશોધનો અને તેના વ્યવસ્થાપનો અંગે સંશોધનપત્રો રજૂ કર્યા હતા. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ડો. મોહિની ગઢિયાએ એક્વાકલ્ચર ક્ષેત્રમાં થયેલા તત્કાલીન વિકાસ અને તેના વ્યવસ્થાપનો વિશે માહિતી આપી હતી, તો ડો. અંજલિ બહુભૂણાએ જણાવ્યું હતું કે, પરિવર્તનને કારણે દરિયાકાંઠા વિસ્તારો પર થતી અસરો પર વિસ્તૃત માહિતી આપી હતી. ડો. એસ.અજમલખાને દરિયાઇ નિવાસન તંત્રોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર અસર જાણવા માટે પરિસ્થિતિ સૂચકોના ઉપયોગોનું ઉંડાણપૂર્વક નિર્દેશન કર્યું હતું.

ઇજરાયેલથી ખાસ સેમિનારમાં ઉપસ્થિત રહેવા આવેલા હિબ્રુ યુનિવર્સિટીના પ્રોફેસર યુરિયમ સેફેરેઇલ તેના પ્રેઝન્ટેશનમાં દરિયા અને કાંઠા વિસ્તારની કુદરતી રીતે રક્ષણ કરતી વનસ્પતિ અને તેના મહત્ત્વ ઉપરના અભ્યાસો રજૂ કર્યા હતા. ઇજરાયેલમાં મેન્ગ્રુવ્સ હોવા છતાં પણ દરિયા વનસ્પતિ અને કાંઠા વિસ્તારમાં રોજગારલક્ષી કાર્યક્રમો સુપેરે નિભાવાય છે, જ્યારે ભારતમાં ક્ષેત્રે હજી ઘણુ બધું ધ્યાન દેેવું બાકી છે. જોકે, ગુજરાત સરકાર તેના કાંઠા વિસ્તારમાં વિકાસ માટેના ખાસ યોજનાઓ અમલમાં આવી રહી છે. પરિસંવાદનું આયોજન ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીએ કર્યું છે. પરિસંવાદમાં ચેરમેન સુધીર માંકડ, વાઇસ ચેરમેન વિજ્યાલક્ષ્મી શેઠ, નિયામક આર.વી. અસ્સારી, અધિક નિયામક ડો. વી. વિજયકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. સી.બી. જાડેજાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

કચ્છના અખાત પર 20 લાખ લોકો નિર્ભર છે

કચ્છ યુનિવર્સટીમાં ગાઇડ દ્વારા યોજાયેલા દરિયાઇ જૈવિક વિવિધતા પર બે દિવસના રાષ્ટ્રિય સેમિનારમાં ચર્ચા કરતા ડો. એ.સી. સંપત તથા ઉપસ્થિત તજજ્ઞો. }પ્રકાશભટ્ટ

કચ્છમાં છેલ્લા દાયકામાં માછીમારીથી આવકમાં જંગી વધારો થયો છે

કચ્છનાકાંઠા વિસ્તારમાં ભદ્રેશ્વરથી કરીને જખૌ સુધીનો સમુદ્ર માછીમારી માટે પ્રખ્યાત છે. ખાસ કરીને જખૌ અને પાકિસ્તાન વચ્ચેના 16 કિ.મી. જેટલા દરિયાઇ વિસ્તારમાં ઝિંગા માછલીનું પુષ્કળ ઉત્પાદન થાય છે, જેમાંથી વર્ષે કરોડો રૂપિયા વ્યવસાયથી જોડાયેલા લોકો કમાય છે. ગુજરાત ઇકોલોજી કમિશનના ડાયરેક્ટર એ.સી. સંપતના જણાવ્યા મુજબ સરકારના આંકડા મુજબ છેલ્લા 10 વર્ષમાં દરિયાઇ વિસ્તારના લોકોની આવકમાં નોંધનીય વધારો થયો છે.

ગલ્ફ ઓફ કચ્છના કિનારાઓ પર 900 જેટલા ગામડાઓનો વસવાટ છે, જેના 20 લાખ લોકો સીધી કે આડકતરી રીતે જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે. દરિયાઇ વનસ્પતિ, જળસૃષ્ટિ તેમજ અન્ય ઉત્પાદનો થકી વિસ્તારના લોકો સુખી-સંપન્ન છે. દરિયાઇ જીવસૃષ્ટિનો વધુ વિકાસ તેમજ તેમને અનુરૂપ વાતાવરણ બનાવવા માટે ગુજરાત સરકાર કોસ્ટલબેઝ સંસ્થાને વિવિધ સ્કીમ માટે નાણાકીય સહાય કરે છે. જેનું સારું પરિણામ પણ સામે આવી રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ થયા છતાં પણ ચેરિયાનું વાવેતર 1100 હેક્ટર જેટલા વિસ્તારમાં વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...