• Gujarati News
  • National
  • આધેડ 20 દિ’થી લાપતા બનતાં પરિવારજનો ચિંતિત

આધેડ 20 દિ’થી લાપતા બનતાં પરિવારજનો ચિંતિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાશિવનગરમાં રહેતા આધેડ 20 દિવસથી લાપતા બનતાં તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે. શિવનગરમાં રહેતા તારાબેન રેવાશંકર ગોરે ભુજ ડિવિઝનના પીઆઇને કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર તેમના નાના ભાઇ 54 વર્ષીય વૃજલાલભાઇ ગત 7 જૂનથી લાપતા બન્યા બાદ આજ સુધી તેમની કોઇ ભાળ મળી નથી. છેલ્લે 7 તારીખે વૃજલાલભાઇ તેમના ઘરે આવ્યા ત્યારે તેઓ ખૂબ ચિંતામાં હોય તેવું તેમના ચહેરા પરથી દેખાઇ આવ્યું હતું. લાપતા થયેલા આધેડના તમામ સંપર્કસૂત્રોને પૂછ્યું તો તેમની પાસેથી પણ કોઇ માહિતી મળી નથી, ત્યારે હવે પોલીસ તેમના ભાઇને શોધવામાં મદદરૂપ બને તેવું રજૂઆતમાં તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...