તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ તાલુકા BLO-સેકટર ઓફિસર જોગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ તાલુકા BLO-સેકટર ઓફિસર જોગ

ભુજતાલુકા તમામ બીએલઓ, સેકટર ઓફિસરની બેઠક તા.15/9ના બપોરે 3 કલાકે, કેડીસી બેંક હોલ, ભુજ ખાતે.

સંસ્કારનગરમહિલા મંડળ

નવરાત્રિનીઉજવણીની અંગે બેઠક તા.13/9ના સાંજે 5:30 કલાકે, મારુતિ હોલમાં.

રોટરીક્લબ ઓફ ભુજ

ટીનસિટીમધ્યે નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવનારો છે. તા.1/10ના પ્રથમ નવરાત્રિએ મહિલા મંડળોના ગ્રૂપનો ગરબાનો રાઉન્ડ રાત્રે 9 કલાકે. ભાગ લેવા ઇચ્છતી મહિલા સંસ્થાઓએ તેમના નામ મો. 94278 18095 નોંધાવી જવા.

લાયન્સકલબ ઓફ ભુજ

14સપ્ટેમ્બર વર્લ્ડ બ્લાઇન્ડ ફલેગ ડે નિમિત્તે બ્લાઇન્ડ પીપલ્સ એસો ભુજ તથા લાયન્સ કલબ ઓફ ભુજ દ્વારા રોડ પર અનુદાન એકત્રિત કરવામાં આવશે. ફંડને બ્લાઇન્ડ લોકોના સેવાર્થે વાપરવામાં આવશે.

પોમલપરિવાર દ્વારા હવન

તા.15/9નારવાણી ફળિયામાં આવેલ વાંકલ ચામુડા માતાજીના મંદિરે હવન-નિવૈધ તેમજ બપોરે 1 કલાકે લોહાણાવાડીમાં પ્રસાદનું આયોજન.

ભવનાથમહિલા મંડળ

આગામીસરસ્વતી સન્માન સમારંભ માટે સભ્યો બહેનોના સંતાનોની માર્કશીટ તા.17/9 સુધી બંસરીબેન ધોળકિયાને પહોંચતી કરવી. માહિતી માટે સંપર્ક મો.99790 18540.

સંસ્કારનગરસહેલી ગ્રૂપ

તા.14/9નાસાંજે 5 કલાકે પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન, મારુતિ પ્લોટ, ગણેશ હોલ, સંસ્કારનગર.

પ્રેરણામહિલા મંડળ

પ્રેરણામહિલા મંડળની જનરલ મીટિંગ તા.13/9ના સાંજે 6 કલાકે, શેરી નં.7ના પ્લોટ મધ્યે.

એસટીનિવૃત્ત કર્મચારી સંઘ

ગુજરાતએસટી નિવૃત્ત કર્મચારી સંઘ-ભુજ વિભાગની 1995 પેન્શન યોજના અંગે મીટિંગ તા.20/9ના સાંજે 5 કલાકે ઉમેદભૂવન સભાહોલ, ભુજ ખાતે.

ગાંધીવિચારોની પરીક્ષા અંગે

ગૂજરાતવિદ્યાપીઠ-અમદાવાદ દ્વારા બીજી ઓક્ટોબરના ગાંધી જયંતીના લેવાનારી ગાંધી વિચારોની વિવિધ પરીક્ષાઓના પુસ્તક તેમજ નમૂના પેપર વિતરણ તા.13/9ના સાંજે 6:30થી 7:30 દરમિયાન સંસ્કૃત પાઠશાળા ખાતે.

હિન્દીવિનીત-તિસરી પરીક્ષા અંગે

સૌ.હિ.પ્રચાર સમિતિ-રાજકોટ અને ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ દ્વારા લેવાનારી હિન્દી વિનિત અને તિસરી પરીક્ષાની મૌખિક પરીક્ષાઓ તા.18/9ના સાંજે 6:30થી 7:30 દરમિયાન સંસ્કૃત પાઠશાળા ખાતે.

રીટપીટીશન એકશન કમિટી

સ્વૈચ્છીકનિવૃત્ત પેન્શનર્સ રીટ પીટીશન એકશન કમિટી કચ્છ યુનિટના પીટીશનર્સ જેમણે અપીલ લીગલ લડત માટે રૂા.1000 જમા કરાવેલ હોય તેમણે તા.15/9ના સવારે 10 કલાકે, કચ્છ જિલ્લા પેન્શનર્સ ઓફિસ, મહાદેવ ગેટ પાસે બેઠકમાં હાજર રહેવું.

ગાંધીધામમાંઆરોગ્યનું નિદાન કરાશે

એન.આર.ગુપ્તા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત હેમા ઉપચાર કેન્દ્રમાં નાનજીભાઇ દ્વારા વિવિધ રોગો, કમ્મરનો દુ:ખાવો, સાઇટીકા, પેટની તકલીફ વગેરે રોગ મટાડી આપે છે. જરૂરતમંદ દર્દીઓએ સવારે 10થી 1:30 સોમવારથી શનિવાર, અગ્રસેન ભવન, રોટરી ભવનની બાજુમાં.

બામસેફનુંરાજ્યકક્ષાનું અધિવેશન

સામાજીકજનજાગૃતિના ઉદેશ સાથે દેશભરમાં કાર્યરત અનુ.જાતિ, જનજાતિ, ઓબીસી અને તેમનામાંથી ધર્માંતરીત લઘુમતી જાતિના કર્મચારીઓનું મહામંડળ બામસેફનું 29મું રાજ્ય અધિવેશન તા. 17 અને 18ના ગાંધીધામ ખાતે નિતિન ગનોનકરની હાજરીમાં યોજાશે.

માંડવીમાંમહાઆરતી

તા.13/9ના સાંજે 7:15 કલાકે સંગીતમય મહાઆરતી, રામદેવજી મંદિર, જબલેશ્વર મહાદેવ વિન્ડફાર્મ રોડ.

દશનામગોસ્વામી મહિલા મંડળ-માધાપર

અગિયારસનિમિત્તે ભજન, સત્સંગ સાંજે 4થી 6 દરમિયાન કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, નવા બસ સ્ટેન્ડની પાછળ, નવાવાસ, મધાપર ખાતે.

જલારામસેવા મંડળ-માધાપર

માધાપરજલારામ સત્સંગ મહિલા મંડળ દ્વારા સત્સંગ તા.13/9ના સાંજે 4થી 7 દરમિયાન દિપ્તિબેન દિપક તન્નાના નિવાસસ્થાન ઉન્નતી સોસાયટી, સંતોષી માતાજીના મંદિર, ભુજ ખાતે.

આરોગ્યલક્ષીસેવાઓ

ર.ટો.વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર

ક.વિ.ઓ.જૈન મહાજન-ભુજ સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ખાતે તા.18/9ના સવારે 10થી 1 દરમિયાન અમદાવાદના સ્પાઇનના સુપર નિષ્ણાત પોતાની સેવા રાહત દરે આપશે.

જરૂરિયાતમંદદર્દીઓને વિનામૂલ્યે દવા

ડોક્ટરનીચિઠ્ઠી મુજબ ઉપલબ્ધ દવાઓ વિનામૂલ્યે સોમથી શનિ સવારે 10:30થી 1:30 તેમજ 5થી 8 દરમિયાન સ્વજન-44, વિજયનગર શોપિંગ સેન્ટર, કલ્પતરૂ મધ્યે.

વિવિધરોગોનું વિનામૂલ્ય કેમ્પ યોજાશે

સુઝોકએન્ડઅેક્યુપ્રેશર થેરાપી સેન્ટર દ્વારા અસાધ્ય રોગો જેવા કે વા, લકવો, ડાયાબીટીસ, બી.પી. ઘુટણ દુ:ખાવો ઇત્યાદી રોગોનું નિદાન તેમજ સારવાર દર સોમવારથી શનિવાર સાંજે 4:30થી 7 દરમિયાન સોમનાથ મંદિરમાં ધીગેશ્વર મંદિર પાસે. સંપર્ક મો.99792 18600.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો