તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચાઇલ્ડ કાઉન્સિલિંગ નિ:શુલ્ક નિદાન કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાઇલ્ડ-કાઉન્સિલિંગ - નિ:શુલ્ક નિદાન કેમ્પ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાઇલ્ડ-કાઉન્સિલિંગ - નિ:શુલ્ક નિદાન કેમ્પ

ભુજ: કચ્છજિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ અને ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ચાઇલ્ડ ગાઇડન્સ એન્ડ કાઉન્સિલિંગ તથા નિ:શુલ્ક નિદાન કેમ્પ તા.18/9ના રવિવારે બ્રહ્મસમાજ છાત્રાલય, શિવકૃપાનગર ખાતે, જેમાં ડો. ગૌરાંગ જોષી, સ્પીચ થેરાપિસ્ટ તથા બાળ મનોરોગના નિષ્ણાત દ્વારા સેવા અપાશે. કેમ્પ ત્રણ વિભાગોમાં વિભાજિત કરાયેલો છે. સવારે 9થી 10 વાલી સેમીનાર, સવારે 10:30થી 11 વિદ્યાર્થી વર્કશોપ તેમજ 12થી 2 સ્પીથથેરાપી, વોઇસથેરાપી, સાઇકોથેરાપી, આઇક્યુ ટેસ્ટ, કાઉન્સિલિંગ અને સારવાર આપવામાં આવશે. વધુ વિગત માટે સંપર્ક મો. 98790 80620 કરવો.

ઇન્ટરસ્કૂલક્વીઝ સ્પર્ધા તથા પીસ પોસ્ટર કોન્ટેસ્ટનું આયોજન

ભુજ: લાયન્સક્બલ ઓફ-ભુજ દ્વારા તા.14/9ના ઇન્ટરસ્કૂલ ક્વીઝ કોમ્પિટિશન તથા 17/9ના પીસ પોસ્ટર કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે. લાયન્સ ક્લબ ઓફ ભુજ લાયન્સ હોલ મધ્યે યોજાશે. પીસ પોસ્ટર કન્ટેસ્ટનો વિષય સેલિબ્રેટિંગ પીસ રહેશે. ઇન્ટરસ્કૂલ ક્વીઝ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને લાયન્સ દ્વારા ઇનામ આપવામાં આવશે, જેમાં 18 જેટલી સ્કૂલો ભાગ લઇ રહી છે. પીસ પોસ્ટર કોન્ટેસ્ટના વિજેતાને ઇનામ આપી તેનું પેઇન્ટિંગ લાયન્સ ઇન્ટરનેશનલમાં મોકલવામાં આવશે, જો તે ત્યાં વિજેતા થાય, તો 3.50 લાખની રાશિનું ઇનામ આપવામાં આવશે. સ્પર્ધામાં 11થી 13 વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો