તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આદિપુરકોલેજનો યુવાન બન્યો ગુજરાતનો સૌથી ઝડપી દોડવીર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિપુરકોલેજનો યુવાન બન્યો ગુજરાતનો સૌથી ઝડપી દોડવીર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંવડોદરા ખાતે યોજાયેલી રાજ્યની જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધામાં કચ્છના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આદિપુરના દોડવીરે ફાસ્ટર ઓફ ગુજરાત બનીને ચેમ્પિયનશિપ મેળવી હતી.

કચ્છ ડિસ્ટ્રીક્ટ માસ્ટર્સ એથ્લેટિક એસોસિયેશન વતી ભાગ લેવા ગયેલા આદિપુરની તોલાણી કોલેજના કરણસિંઘે 100 મીટર દોડની સ્પર્ધા 10.79 સેકન્ડમાં પૂરી કરીને ફાસ્ટર ઓફ ગુજરાતનું બહુમાન મેળવ્યું હતું. ઉપરાંત રતન ગઢવી 1500 મીટર દોડમાં પ્રથમ અને 3 હજાર મીટરમાં દ્વિતીય, રવિ ભગત 2 હજાર મીટરમાં, હેન્સી માવાણી ચક્ર ફેંકમાં, પૂનમ વેકરિયા ગોળા ફેંકમાં અને ઝડપી ચાલમાં પ્રેમીલા હાલાઇ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. સુમિત સૂર્યવંશી 800 મીટરમાં, ક્રિશ્ના ગોરસિયા 3 હજાર મીટરમાં, કમલ આસનાની ઉંચી કૂદમાં દ્વિતીય, જ્યારે પ્રિયંકા વરસાણી બરછી ફેંકમાં તૃતીય અને ધીરજ નિશાદ તથા આશિષ ગઢવી 400 અને 800 મીટરમાં ચોથા ક્રમે મેદાન માર્યું હતું. એમ.આઇ. અન્સારીએ ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એસો.ના પ્રમુખ અતુલ ઉપાધ્યાય, સેક્રેટરી શૈલેશ ત્રિવેદી, યોગેશ સલાટ સહિતના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રિયંકા

રવિ

પ્રેમિલા

રતન

ક્રિષ્ણા

કમલ

પુનમ

સુમીત

હેન્સી

કરણસિંઘ

કચ્છ એથ્લેટિક એસોસિયેશનના 12 ખેલાડીઓ ઝળક્યા

રાજ્યની જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધામાં કચ્છનો દબદબો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો