તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં સ્કૂલ વરધીના છકડામાંથી વિદ્યાર્થિની પડી જતાં ગંભીર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં સ્કૂલ વરધીના છકડામાંથી વિદ્યાર્થિની પડી જતાં ગંભીર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભુજના હોસ્પિટલ રોડ પર સ્કૂલ છકડામાંથી વિદ્યાર્થિની પડી જતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, તો દેશલપરથી મુરુ ગામ તરફ બાઇકથી જતા શખ્સને લકઝરી બસે ટક્કર મારતાં ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના આરટીઓ સાઇટ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય વૈદેહી ધીરૂભાઇ ચંદે સોમવારે સ્કૂલ છૂટ્યા બાદ સ્કૂલમાં તેડવા-મૂકવા આવતા છકડામાં ઘેર જઇ રહી હતી, ત્યારે પૂરપાટ જતા છકડામાંથી પડી જતાં તેને શરીરના ભાગે ઇજા થતાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે બીજી બાજુ ભુજ તાલુકાના દેશલપરથી મોટર સાઇકલ લઇ નખત્રાણા તાલુકાના ભીટારા ગામના સરાજભાઇ અલીભાઇ જત (ઉ.વ.22) નખત્રાણા તાલુકાના મુરૂ ગામ તરફ જઇ રહ્યો હતો, ત્યારે લક્ઝરી બસ જીજે-12-એવાય-9080ના ચાલકે ટક્કર મારતાં બાઇક સવારને ઇજા થતાં પ્રથમ સારવાર નખત્રાણા સરકારી દવાખાનામાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નખત્રાણા પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો