તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાનધ્રોમાં પુત્રના ખૂનના આરોપમાં સાવકી માતાને પકડવા જતાં બેભાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાનધ્રોમાં પુત્રના ખૂનના આરોપમાં સાવકી માતાને પકડવા જતાં બેભાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખપતતાલુકાના વર્માનગરમાં ઓરમાન પુત્રનું મોત નીપજાવનારી સાવકી માતા સામે ફરિયાદ નોંધાવતાં અને તેની ધરપકડ કરવા આવેલી પોલીસને જોઈ ઓરમાન જનેતા બેભાન થઇ ગઇ હતી. પોલીસની નિગરાની હેઠળ સારવાર માટે ખસેડાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના ફારૂક હુસેન જુણેજાએ તેમના ભાણેજ ઝહીર અલ્તાફ હુસેન નોતિયારનાં મોતનું કારણ તેની સાવકી માતાએ અવાર નવાર પરેશાન કરી મારઝૂડ કરી ઘરના ઓરડામાં પૂરી દઇ કોઈપણ રીતે ઝહીરનું ખૂન કરી દીધું હોવાની ફરિયાદ કરતાં ના. સરોવર પોલીસે આરોપી રોશન અલ્તાફ હુસેન નોતિયાર સામે ગુનો નોંધી આરોપી રોશનને પકડવા ગઇ હતી, ત્યારે પોલીસને જોઈ રોશનને ચક્કર

...અનુસંધાનપાનાનં.6

આવતાંતે પડી ગઇ હતી અને બેભાન થઈ જતાં પોલીસની હાજરીમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેની તબીયતમાં સુધારો આવતાં પોલીસ રોશનની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો