તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વીડી ગામના પુલિયા સાથે કાર ભટકાતાં મહિલાનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીડી ગામના પુલિયા સાથે કાર ભટકાતાં મહિલાનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારતાલુકાના વીડી ગામથી ગાંધીધામ જતા રોડ પર ગુરુવારે રાત્રે પુલિયા પર કાર ભટકાતાં કારમાં બેઠેલા દંપતી તથા તેમના અઢી વર્ષના પુત્રને ગંભરી ઇજાઓ પહોંચી હતી, જેમાં પત્નીનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. પિતા-પુત્રને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અંજારના સંજયનગરમાં રહેતા દિગ્વિજયસિંહ દશરથસિંહ જાડેજાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, મોટી ખેડોઇ ગામે રહેતા સત્યપાલસિંહ મનુભા જાડેજા તેમના પરિવાર સાથે ગુરૂવારે રાત્રે પોતાની કાર જીજે-12-એઆર-9005 લઇ ખેડોઇ ગામ તરફ જતા હતા, ત્યારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ગાંધીધામથી વીડી ગામ તરફ જતા માર્ગ વચ્ચેના પુલિયા સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી, અકસ્માતમાં કારમાં બેઠેલા તેમના પત્ની સોનલબા સત્યપાલસિંહ જાડેજાનું ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે સત્યપાલસિંહ અને તેમના અઢી વર્ષના પુત્ર કૃષ્ણરાજસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવથી સગા-સંબંધીઓમાં ગમગની છવાઇ ગઇ હતી.

પતિ-પુત્ર સામે માતાએ દમ તોડ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો