તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બળદિયામાં જમીનમાં પાયા ખોદવા મુદ્દે મારામારી : 4ને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળદિયામાં જમીનમાં પાયા ખોદવા મુદ્દે મારામારી : 4ને ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના બળદિયા ગામે જમીનમાં પાયા ખોદવા મુદ્દે બોલાચાલી થતાં લાકડી ધોકા વડે માર મારી થઇ હતી, જેમાં એક મહિલા સહિત 5 જણને ઇજાઓ પહોંચી હતી. બન્ને પક્ષ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રોઅે બળદિયા ગામે ઉપલાવાસમાં રહેતા અબ્દુલ હુસેન મથડા (ઉ.વ.57)ની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, તે શુક્રવારે પોતાની મુરઘી ફાર્મ પાસે હતા, ત્યારે રસ્તા બાબતે બોલાચાલી કરી બળદિયાના જુણસ જુમા, ઈમરાન જુણસ, મજીદ જુણસ તથા ખતુબાઈ જુણસે ગાળો આપી લોખંડના પાઈપ તથા કુહાડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

પ્રતિ ફરિયાદમાં જુણસ જુમા સનાએ જણાવ્યું હતું કે, સવારના અરસમાં જમીનમાં પાયા ખોદવાની ના કહેતાં અબ્દુલ ઓસમાણ મથડાએ લાકડી, ધોકા, કુહાડી વડે માર મારતાં ખાતુબાઇ જુણસ સના (ઉ.વ.38), ઇમરાન જુણસ સના (ઉ.વ.22), જુણસ જુમા સના (ઉ.વ.40)ને ઇજા પહોંચાડી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજ જી.કે.માં દાખલ કરાયા હતા.

માનકૂવા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

સામસામી ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો