તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધોળાવીરાની હડપ્પીય સાઇટ પર જેસીબીથી આડેધડ ખોદકામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળાવીરાની હડપ્પીય સાઇટ પર જેસીબીથી આડેધડ ખોદકામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હડપ્પીયસંસ્કૃતિના કારણે વેશ્વિક સ્તરે નામના મેળવનારા ધોળાવીરામાં પૌરાણિક સાઇટ પર કાળજીપૂર્વક જમીનનું ઉત્ખનન કરવાના બદલે જેસીબી મશીનોથી આડેધડ ખોદકામ કરાય છે તેવો આક્ષેપ કરતા મૂળ જમીન માલિકે જો બાબતે રોક નહીં લગાવાય તો અદાલતનું શરણુ લેવા ચીમકી આપી છે.

હડપ્પીય વસાહતના કારણે જો ગામનું નામ વિશ્વમાં રોશન થતું હોવાની લાગણી સાથે પોતાની જમીન સરકારને સોંપી દેનારા મૂળ માલિકો જ્યારે જેસીબીને ફરતા જોવે છે, ત્યારે હૈયા બળીને ખાક થઇ જાય છે તેવું કહેતાં જમીન માલિક પૈકીના એક છગનભાઇ તેજા ગરવાએ આક્ષેપ કર્યો હતો કે, અામ થવાના કારણે જે હેતુથી જમીન આપી છે તે મરી જાય છે. અંગે અખબારોમાં અગાઉ સમાચાર પ્રકાશિત થયા હોવા છતાં પુરાતત્ત્વ વિભાગ દ્વારા જેસીબીથી થઇ રહેલા ખોદકામ પર રોક નથી લગાવાતી.

નિયમોનુસાર ઉત્ખનન કરીને જમીનમાં રહેલા ઐતિહાસિક અવશેષો બહાર કાઢવામાં આવશે તેવા આશય સાથે પોતાની આજીવિકા સમાન ખેતીની જમીન આપી હતી.

ધોળાવીરા સાઇટ પર આડેધડ કરાઇ રહેલા ગેરકાયદે ખોદકામને દર્શાવી રહેલો ખેડૂત.

ગેરપ્રવૃત્તિ બંધ થાય તો કોર્ટનું શરણુ લેવા ખેડૂતે આપી ચીમકી

ઐતિહાસિક અવશેષો કાઢવાના બદલે અન્ય હેતુનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો