તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કેડીસીસી બેંક ખોટમાંથી ઉગરતી નથી : 20 કરોડ જેટલી ખાધ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેડીસીસી બેંક ખોટમાંથી ઉગરતી નથી : 20 કરોડ જેટલી ખાધ નોંધાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છજિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી)ની 25મી સપ્ટેમ્બરે યોજાનારી હોદ્દેદારોની ચૂંટણી પહેલાં શુક્રવારે બોર્ડની અંતિમ સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં રજૂ કરાયેલા નાણાકીય વર્ષ મુજબના હિસાબોના અનુસંધાને બેંક હજુ કરોડોની ખાધમાંથી ઉગરી હોવાનું સત્તાવાર જણાવાયું હતું, તો બેંકની કચ્છ વ્યાપી શાખામાંથી કર્મચારીઅો દ્વારા અંદાજે પોણા ચાર કરોડની ઉચાપત થઇ હોવાની માહિતી આપવામાં આવી હતી. જોકે, નાણાકીય વર્ષ 2016-17માં ખોટમાં ઘટાડો થવાની શક્યતાઓ સાથે નફા તરફ જવાની વાત પણ મૂકાઇ હતી.

વિદાય લઇ રહેલા કેરટેકર ચેરમેન દેવરાજ ગઢવીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં અંદાજપત્રિય હિસાબો રજૂ કરાયા હતા, જેમાં જણાવાયું હતું કે, 2014-15માં બેંકની કુલ ખોટ 2.59 લાખ હતી, જ્યારે 2015-16માં તે ઘટીને 59 લાખ થઇ હતી. 2016-17ના વર્ષ દરમિયાન ખોટમાં વધુ ઘટાડો થાય તેવી આશા છે. વર્તમાન સ્થિતિ મુજબ કેડસીસી હજુ ખોટના ખાડામાંથી બહાર આવતી હોવાનું જણાયું હતું. વર્તમાન હોદ્દેદારોની અંતિમ સાધારણ સભામાં હાલના પદાધિકારીઓ તથા 25મીની ચૂંટણી પહેલાં બિનહરીફ થયેલા ઉમેદવારો અને 200 સભાસદો જોડાયા હતા.

સ્ટાફે કરેલી પોણા ચાર કરોડની ઉચાપત પણ હિસાબોમાં જણાવાઇ

25મી સપ્ટે.નાબોર્ડની ચૂંટણી પહેલાંની અંતિમ સામાન્ય સભા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો