તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જિ.પં.ના 40 સદસ્યોને વિકાસ માટે 1.20 કરોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ.પં.ના 40 સદસ્યોને વિકાસ માટે 1.20 કરોડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છજિલ્લા પંચાયતની બુધવારે સામાન્ય સભા મળી હતી, જેમાં 40 સદસ્યોને વિકાસકામો કરવા માટે કુલ 120 લાખ રૂપિયા ફાળવાયા હતા, જેથી દરેક સભ્યને સ્વભંડોળમાંથી ત્રણ-ત્રણ લાખ રૂપિયાની મર્યાદામાં ખર્ચ કરવાની છૂટ મળશે.

જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન જયંત માધાપરિયાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં મુદ્દા નં. 6થી જણાવાયું હતું કે, સદસ્યોને તેમના મત વિસ્તારમા વિકાસકામો હાથ ધરવા સભ્યદીઠ રૂપિયા 3-3 લાખ પ્રમાણે 40 સભ્યો માટે કુલ 120 લાખ રૂપિયા સ્વભંડોળમાંથી ખર્ચ કરવા 8મી માર્ચની સામાન્ય સભામાં 21(3)થી સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો, જેમાં બસ સ્ટેન્ડ અને બાંકડા રાખવા જેવા નવા કામો ઉમેરવા ચર્ચા હાથ ધરાઇ હતી. જેને પણ બહાલી આપવામાં આવે છે. જેનો અમલ વિકાસ શાખા દ્વારા કરવામાં આવશે. જિલ્લા પંચાયતના પ્રમુખના ક્વાર્ટરની મરંમતની કામગીરી માટે 14 લાખ રૂપિયા સ્વભંડોળમાંથી જોગવાઇ કરવાનો પણ ઠરાવ કરાયો હતો. કારોબારી ચેરમેન નવિનભાઇ ઝરૂએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં સરકારી કચેરીમાં જિલ્લા મથકથી મોનીટરીંગ થઇ શકે એટલે જિલ્લા પંચાયતની ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાંથી 200 શાળામાં બાયોમેટ્રીક સિસ્ટમ બેસાડવા યુનિટ દિઠ 13498 રૂપિયા લેખે કુલ 26,99,600 રૂપિયાના અંદાજિત ખર્ચને પણ મંજૂરી અપાઇ હતી. 105 શાળામાં યુનિટ દીઠ 76849 રૂપિયા લેખે કુલ 80,69,145 રૂપિયાના ખર્ચે સીસી ટીવી કેમેરા બેસાડવામાં આવશે. જે શિક્ષણ ઉપકરની રકમમાંથી ફાળવામાં આવશે.

સ્વભંડોળમાંથી દરેક સભ્યને 3 લાખ ફાળવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો