તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ પાલિકામાં શાખાધિકારીની બદલીથી પદાધિકારી ધર્મસંકટમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ પાલિકામાં શાખાધિકારીની બદલીથી પદાધિકારી ધર્મસંકટમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજપાલિકામાં 4 શાખાધિકારીઓની આંતરિક બદલીના ઓર્ડર થયા હતા, પરંતુ પદાધિકારીઓ માટે ધર્મસંકટ ઉભું થયું હતું, જેથી 2 ઓર્ડર રદ્દ કરી 2 ઓર્ડર કાયમ રખાયા છે, પરંતુ તેમાંય ફેરફાર થવાની ઘડીઓ ગણાઇ રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સીઓ ગોવિંદ ચાંડપ્પાએ ચાર્જ સંભાળ્યા બાદ વહીવટી સરળતા માટે ફેરફાર કર્યા હતા, જેમાં સ્ટોર ઇન્ચાર્જ રાજેશ જેઠીને મેલેરિયા શાખામાં, મલેરિયા શાખાધિકારીને બાગબગીચા અને બાગબગીચા અધિકારીને સ્ટોરકિપર તરીકે બદલવામાં આવ્યા હતા, જેમાં કોઇએ ખાસ કંઇ વાંધો લીધો હતો, પરંતુ ગુરુવારે સાંજે આંતરિક બદલીના 4 ઓર્ડરો છૂટવાના હતા, જેમાંથી માત્ર 2 ઓર્ડરો થઇ શક્યા છે, જેમાં રોડલાઇટ બ્રાન્ચ હેડ મહેશ પિનારાને દબાણ શાખામાં અને તેમનો ચાર્જ શોપ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જાડેજાને સોંપાયો છે. શાસક પક્ષના નેતા ડો. રામ ગઢવી અને પિનારા વચ્ચે ચકમક ઝરી હતી. જે બાદ બદલી થતાં પિનારાએ ફરી બ્રાન્ચમાં પગ મૂકવાની પ્રતિજ્ઞા લીધી હતી.

બ્રાન્ચ હેડે શાસક પક્ષના નેતાને કહ્યું કે, ‘તારા ફળિયામાં પગ નહીં મેલું’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો