તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભુજમાં વિઘ્નહર્તાની બધી મૂર્તિઓનું આખરે અગિયારમે દિવસે વિસર્જન થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં વિઘ્નહર્તાની બધી મૂર્તિઓનું આખરે અગિયારમે દિવસે વિસર્જન થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંલોકો ગણેશ વિસર્જન ભલે પોતપોતાની રીતે ત્રીજે, પાંચમે, સાતમે, નવમે કે અગિયારમે દિવસે કરે, પરંતુ નગરપાલિકા દ્વારા દરેક પાસેથી એકઠા કરાયેલા ગણપતિનું વિસર્જન છેક અગિયારમાં દિવસે કરવામાં આવશે.

હિન્દુ ધર્મમાં ભાદરવાની ચોથના ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે અને ભક્તિભાવથી ત્રીજે, પાંચમે, સાતમે, નવમે અને દસમે દિવસે વિસર્જન કરવાનો ધાર્મિક રિવાજ છે. આમ તો શાસ્ત્રોમાં ક્યાંય પીઓપી ગણેશ મૂર્તિની સ્થાપનાનો ઉલ્લેખ નથી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પીઓપી મૂર્તિઓનું ચલણ વધ્યું છે. જે પીઓપી મૂર્તિનું તળાવ અને નદીમાં વિસર્જન કરવાથી પાણી અને જળચળજીવસૃષ્ટિને ભારે નુકશાન પહોંચતો હોવાનો પર્યાવરણવાદીઓનો મત છે. જેના પગલે સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને દરિયામાં મૂર્તિ વિસર્જનની વ્યવસ્થા ગોઠવી છે. જેમાં ભુજ નગરપાલિકા પણ જોડાઇ છે અને દરેક પાસેથી મૂર્તિ એકઠી કરી અગિયારમાં દિવસે માંડવીના દરિયામાં બધી મૂર્તિ વિસર્જન કરવાનું આયોજન કર્યું છે. જેથી લોકો દ્વારા ભલે ત્રીજે, પાંચમે, સાતમે, નવમે કે અગિયારમે દિવસે મૂર્તિ વિસર્જન કરાતું હોય પરંતુ તેમની મૂર્તિઓનું દરિયામાં વિસર્જન તો અગિયારમાં દિવસે થશે ! એટલા દિવસ ગણેશ દેવ પૂજા, અર્ચના અને આરતી વિના રહેશે.

પ્રતિક વિસર્જન કરાવી દેવાય છે

ભુજનાનગરપાલિકાના સૂત્રોએ કહ્યું હતું કે, હમીરસર તળાવ પાસે ટ્રોલી રખાઇ છે. તળાવમાં મૂર્તિ વિસર્જન કરવા આવનારા પાસેથી પ્રતિકાત્મક રીતે તળાવમાં મૂર્તિ વિસર્જનની વિધી થઇ ગયા બાદ મૂર્તિઓ લઇ લેવામાં આવે છે. જે મૂર્તિઓને ભાદરવા ચોથથી અગિયારમાં દિવસે દરિયામાં વિસર્જિત કરવામાં આવશે.

હમીરસરમાં વિસર્જન કરવા આવનારા પાસેથી સુધરાઇ દ્વારા મૂર્તિ લઇ દરિયામાં પધરાવાશે

લોકો દ્વારા ત્રીજે, પાંચમે, સાતમે, નવમે દિવસે પ્રતિકાત્મક વિસર્જન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો