તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજ્યકક્ષાની ટેબલટેનિસ સ્પર્ધાનો આિદપુરમાં પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યકક્ષાની ટેબલટેનિસ સ્પર્ધાનો આિદપુરમાં પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
10 કેટગરીમાં રાજ્યભરના 550 ખેલાડીઓ ભાગ લેશે

ગુજરાતસ્ટેટ ટેબલટેનિસ એસોસિયેશનના માર્ગદર્શન હેઠળ કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા કે.ડી.ટી.ટી.એ. ઇન્ડોર સ્ટેડિયમ, આદિપુર ખાતે આયોજિત આઈ.ઓ.સી.એલ. રાજ્ય અને આંતરજિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપને શુક્રવારે પૂર્વ કચ્છ એસપીએ દબદબાભેર પ્રારંભ કરાવ્યો હતો. ચાર દિવસીય સ્પર્ધાની વિવિધ 10 કેટેગરીમાં ભાગ લેવા રાજ્યભરમાંથી 550 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.

આદિપુર ખાતે શુક્રવારે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલના હસ્તે આઈ.ઓ.સી.એલ. રાજ્ય અને આંતરજિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે ભાવનગર, અમદાવાદ અને કચ્છની ટીમો વિવિધ સ્પર્ધાઓમાં આગળ રહી હતી. મેન્સ ગ્રૂપ-એમાં અમદાવાદ અને પોરબંદરને હરાવી ભાવનગરની ટીમ વિજેતા રહી હતી, તો વુમન્સ એ-ગ્રૂપમાં રાજકોટની બન્ને ટીમોને અમદાવાદ અને બરોડાએ પરાસ્ત કરી હતી. ટીમોની માર્ચપાસ્ટ યોજાઈ હતી. ત્યારબાદ એસપીએ પોતાના વક્તવ્યમાં રમત-ગતમનું મહત્ત્વ જણાવી વિજેતા થનારાઓને પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીયસ્તરના ખેલાડીઓ દેવેશ કરીઆ અને ફેનાઝ ચીપિયા પણ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે. અતિથિરૂપે ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તા, ડી.કે. અગ્રવાલ, હરેશ સંગતાની, વિમલ ગુજરાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાંડાની કરામતથી વિરોધીને પછડાટ...

ગાંધીધામમાં રાજ્યકક્ષાની શરૂ થયેલી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં કે.ડી.ટી.ટી.એ. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કૌવત ઝળકાવી રહેલા ખેલાડીઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો