તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આખરે જાન્યુઆરીમાં સ્મૃતિ વનનો પ્રથમ ફેઝ ખુલ્લો મુકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખરે જાન્યુઆરીમાં સ્મૃતિ વનનો પ્રથમ ફેઝ ખુલ્લો મુકાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.ભુજ

ભુજીયાડુંગરમાં આકાર લઇ રહેલા સ્મૃતિ વન પ્રોજેકટ વિલંબમાં ચાલી રહ્યો છે ત્યારે હવે તેમાં ગતિના અણસાર ઉભા થયા છે. રાજયના માર્ગ-મકાન વિભાગે કલેકટર સમક્ષ રિપોર્ટ રજુ કરીને જાન્યુઆરી-2017માં સ્મૃતિવનનો પ્રથમ તબક્કો સંભવત: ખુલ્લો મુકી દેવાશે તેમ જણાવ્યું છે. માટે માર્ગ-મકાન વિભાગ તેમજ ઠેકેદારો દ્વારા અવિરત કામગીરી અને આયોજન ચાલી રહ્યા હોવાનું પણ જણાવાયું હતું.

કલેકટર કચેરીના પરિસરમાં આવેલા કોન્ફરન્સ હોલમાં યોજાયેલી બેઠકમાં જણાવાયું હતું કે, 31મી ડિસેમ્બર સુધી પ્રથમ તબક્કો કે જેમાં ચેકડેમ, રસ્તાઓ, સનસેટ પોઇન્ટ તથા દિવાલોને લગતું અમુક પ્રકારનું કામ પુરુ થાય તેવું આયોજન ચાલી રહ્યું છે.

જિલ્લા સમાહર્તા મુકુલ ગાંધીને વિગતોમાં માર્ગ-મકાન વિભાગના એક્સિકયુટિવ એન્જિનિયર શૈલેષ જોશીએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓની મૌસમ ટાણે સ્મૃતિવનનો અમુક ભાગ ખુલ્લો મુકાય તે પ્રકારે કામગીરી ચાલી રહી છે.

ભુજના જોવાલાયક સ્થળોમાં સ્મૃતિવન બેન્ચમાર્ક સાબિત થાય તેવા પ્રયાસો છે. જોશીએ કહ્યું હતું કે, તબક્કાવાર કામગીરી થવાન છે કારણ કે પ્રોજેકટ મોટો છે. પરંતુ બને તેટલી ઝડપ કરવા માટે તેમનો વિભાગ અને સંલગ્ન એજન્સીઓ ઝડપ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી અંત સુધી કચ્છમાં સહેલાણીઓની સંખ્યા વધારે હોય છે. ભુજવાસીઓ ઉપરાંત અન્યોને પણ સ્મૃતિવનનું નજરાણું ઝડપથી જોવા મળે તે માટે હવેની ડેડ લાઇન ચૂકાય તેમ મનાઇ રહ્યું છે.

અગાઉ પ્રથમ તબક્કો નવેમ્બર-2015માં પુરો થવાનો હતો જે નકશા સહિતના પ્લાનીંગના અભાવે થઇ શકયો હતો. જો કે હવે ડિસેમ્બર-2016માં પ્રથમ તબક્કાની કામગીરી આટોપી લઇને જાન્યુઆરીમાં અમુક ભાગનું લોકાર્પણ કરી દેવાશે.

નવે.-15ની ડેડલાઇનના બદલે ડિસે.-16 સુધી અમુક કામ પુરુ થશે

માર્ગ - મકાન વિભાગે કલેકટરને સમીક્ષા રીપોર્ટ રજૂ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો