તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દેશમાં આપઘાતનો દર નીચો લાવવા ઠોસ નીતિ આવશ્યક છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં આપઘાતનો દર નીચો લાવવા ઠોસ નીતિ આવશ્યક છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રવિશ્વમાં દર વર્ષે 10 સપ્ટેમ્બરે આપઘાત નિવારણ દિન ઉજવાય છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ કેળવી આત્મહત્યાના કિસ્સા ઘટાડવાનો છે, પણ ભારતમાં હજુ સુધી દિશામાં સરકાર દ્વારા કોઇ ઠોસ નીતિ ઘડાઇ હોવાથી ધારી સફળતા મળતી નથી, તેવું ભુજમાં યોજાયેલા જીવન કૌશલ્ય સક્રીય ધ્યાન સેમિનારમાં જણાવાયું હતું.

માધાપરના ઓમ ફાઉન્ડેશન યોજિત સેમિનારને સંબોધતાં સંસ્થાના પ્રમુખ ડો. દેવજ્યોતિ શર્માએ જણાવ્યું હતું કે, આપઘાતનું મુખ્ય કારણ માનસિક, સામાજિક કે આર્થિક તણાવ છે. વિશ્વના વિકસિત દેશોની તુલનાઅે ભારતમાં માનસિક તાણ કરતાં સામાજિક અને આર્થિક ભીંસ આત્મહત્યા માટે કારણભૂત હોય છે, ત્યારે સરકાર દ્વારા દિશામાં ઠોસ નીતિ બનાવીને અસરકારક અમલ કરાય, તો આપઘાતનું પ્રમાણ ઘણુ નીચું આવી શકે તેમ છે.તેમ વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર છાત્રો નહીં પણ મહિલા, કિસાન, શ્રમિક સહિતના વર્ગોને તેમા આવરી લેવા આવશ્યક છે અને તો શક્ય બનશે જો સરકાર દ્વારા તેની વિશેષ નીતિ બનાવાશે. માગણી તેમણે કેન્દ્ર સમક્ષ મૂકી હોવાનું કહેતાં જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ સૂચનને સમર્થન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આજે શનિવારે ઓમ ફાઉન્ડેશન દ્વારા કચ્છના તમામ તાલુકા મથકોએ વિદ્યાર્થીઓની રેલી તેમજ કાલે રવિવારે ભુજથી દહીંસરા બાઇક રેલી યોજીને આપઘાત અટકાવવા વિશે જન જાગૃતિ ફેલાવાશે.

માધાપરના ઓમ ફાઉન્ડેશન દ્વારા સરકાર સમક્ષ માંગ

આજે કચ્છમાં વિશ્વ આપઘાત નિવારણ દિન ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો