• Gujarati News
  • National
  • હમીરસરના કાંઠે આજે હૈયે હૈયું દળાશે

હમીરસરના કાંઠે આજે હૈયે હૈયું દળાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાહૃદય સમાન હમીરસરના કાંઠે સાતમ આઠમનો મેળો પરંપરાગત રીતે ભરાય છે, જેમાં આઠમના બપોર પછી લોકો ધંધા રોજગાર બંધ રાખી રાજેન્દ્ર બાગ તરફ નીકળી જતા હોવાથી આજે બજારોના માર્ગો સૂમસામ ભાસશે.

ગુજરાતમા ધાર્મિક રીત રિવાજ મુજબ શ્રાવણ માસમા છઠ્ઠના દિવસે મહિલાઓ રસોઇ કર્યા બાદ સાતમ અને આઠમના બે દિવસ સુધી ચૂલો સળગાવતી નથી. સાતમના દિવસે શીતલા માતાજીના મંદિરે બાળકોની તંદુરસ્તી માટે માથુ ટેકવવા જતી હોય છે, જેથી સોમવારના સાતમના દિવસે ધિંગેશ્વર મંદિરની સામે અને પારેશ્વર ચોક પાસે આવેલા માતાજીના મંદિરે મહિલા અને બાળકોની ભારે ભીડ જોવા મળી હતી. સાંજે મેળામાં પણ આસપાસના ગામડાઓમાંથી લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આજે આઠમના સવારે અને ખાસ કરીને બપોર પછી સાંજના ભારે ભીડ જોવા મળશે. ભુજ શહેર અને આસપાસના ગામડાના લોકો ધંધા રોજગાર બંધ રાખી પોતાના પરિવાર સાથે હમીરસરના કાંઠે મેળાનો લ્હાવો લેવા નીકળી પડશે, જેમાં ખાણીપીણી, રમકડાના સ્ટોલ ઉપર ભારે ભીડ જોવા મળશે. જોકે, રાજાશાહીના વખતથી સ્વયંભૂ રીતે ભરાતા મેળામાં છેલ્લા બે વર્ષથી રાજકારણીઓએ છઠ્ઠના દિવસે ઉદઘાટનની ઘો ઘૂસાવી છે, જે પણ સોશિયલ મીડિયામાં મનોરંજનનું પરિબળ બન્યું છે.

સુધરાઇ દ્વારા મેળામાં સ્વાઇન ફ્લૂની જનજાગૃતિનો પ્રયાસ

મેળામાંજિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને સુધરાઇની મેલેરિયા શાખા દ્વારા સ્વાઇન ફ્લૂની જનજાગૃતિ માટે સ્ટોલ રખાયો છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉકાળાનો લાભ લીધાનું જણાવાયું હતું. ઉંટ ઉપર બેનર લગાડી અને રિક્ષા ફેરવી તકેદારી રાખવા અનુરોધ કરાયો હતો.

રવિવારે સાંજથી શરૂ થયેલો લોકેમળો શીતળા સાતમના દિવસે બરાબરનો જામ્યો હતો. લોકમેળામાં હૈયુેહૈયું દળાય તેટલી જનમેદની ઉમટી પડતાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. હમીરસરમાં હિલોળા લેતા નવા નીરની સાક્ષીએ લોકોએ મેળાની મનભરીને મોજ માણી હતી. -મયુર ચોૈહાણ

સારો વરસાદ થયો હોવાથી લોકોમાં ઉત્સાહનો સંચાર

શીતલા માતાજીના મંદિરે બાળકોની તંદુરસ્તી માટે માથુ ટેકવવા મહિલાઓની ભીડ જામી

મેળે મેળે મોરલડી હેલે ચઢી | ભુજમાં સાતમનો મેળો જામ્યો: લોકો ઉત્સાહભેર ઉમટી પડયા

અન્ય સમાચારો પણ છે...