• Gujarati News
  • National
  • કચ્છ યુનિવર્સિટીમાં સ્નાતક મતદાર નોંધણીનો ધમધમાટ

કચ્છ યુનિવર્સિટીમાં સ્નાતક મતદાર નોંધણીનો ધમધમાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાંતિગુરુપંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં હાલ સ્નાતક નોંધણીની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. 20 તારીખ પછી શરૂ થયેલી કામગીરીમાંં નોંધણી કરાવવા માટે આજે અંતિમ દિવસ હોઇ ભારે ધસારો રહેવાની શક્યતા યુનિ. સાથે સંકળાયેલા સૂત્રોએ વ્યક્ત કરી છે.

કચ્છ યુનિ.ના વી.સી. ડો.સી.બી. જાડેજાએ આપેલી માહિતી અનુસાર વિવિધ 6 ફેકલ્ટીમાં જેમણે સ્નાતકની પદવી મેળવી હોય તેવા વિદ્યાર્થીઓ માટેની સ્નાતક મતદારયાદી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્નાતક મતદાર નોંધણી માટે અત્યાર સુધી અંદાજીત 300થી વધુ નામની નોંધણી થઇ ચૂકી છે અને આજના અંતિમ દિવસે આંકડો નોંધપાત્ર રીતે ઉંચકાશે તેવું માનવામાં આવી રહ્યું છે. 6 ફેકલ્ટીમાં સ્નાતક થયેલાઓની આખીય સ્નાતક મતદારયાદી બનાવાયા બાદ તેને આખરી ઓપ આપવામાં આવશે. મતદારયાદી બની ગયા બાદ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તે બાદ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન કામગીરી પૂર્ણ થયા બાદ સેનેટ મેમ્બરની કોર્ટ મેમ્બર તરીકે નિયુક્તિ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૂચિત કામગીરી યુનિ.ના બંધારણ અનુસાર નીતિ-નિયમ મુજબ કરાઇ રહી છે.

6 ફેકલ્ટીનો સમાવેશ : 300થી વધુ નામ નોંધાયા

અન્ય સમાચારો પણ છે...