• Gujarati News
  • National
  • માધાપરના ગુરુ શિષ્યાને નૃત્યનો રાષ્ટ્રીય એવોર્ડ

માધાપરના ગુરુ-શિષ્યાને નૃત્યનો રાષ્ટ્રીય એવોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિમાચલપ્રદેશની યુનિવર્સલ સાંસ્કૃતિક શોધ સંસ્થાન દ્વારા તાજેતરમાં સિમલા ખાતે યોજાયેલા સમારોહમાં માધાપરના ગુરુ-શિષ્યાનું નૃત્ય કલા ક્ષેત્રે આપેલા યોગદાન બદલ રાષ્ટ્રીય એવોર્ડ સાથે સન્માન કરાયું હતું.

ભુજ અને માધાપરમાં કાર્યરત નુપૂર ડાન્સ એકેડેમીના ગુરુ વૈશાલીબેન સોલંકીને કલાકુંજ એવોર્ડ અને ઉગતા કલાકાર તરીકે તેમના શિષ્યા જિયા ગોરસિયાને કલા પ્રભા એવોર્ડ અપાયો હતો. ગુરુ-શિષ્યાએ વર્ષ-2016/17માં સાંસ્કૃતિક ક્ષેત્રમાં આપેલાં ઉત્કૃષ્ટ પ્રદાનની કદર રૂપે એવોર્ડ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...