• Gujarati News
  • National
  • બનાસકાંઠામાં અબોલ જીવો માટે ત્રિદિવસીય કેમ્પ

બનાસકાંઠામાં અબોલ જીવો માટે ત્રિદિવસીય કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠામાંઊભી થયેલી કુદરતી પ્રકોપની સ્થિતિને લીધે જિલ્લા ભાજપે વિવિધ સેવાભાવીઓના સહયોગથી 3 હજાર કીટ અસરગ્રસ્તોને મોકલવાની વ્યવસ્થા કરી છે. ઉપરાંત અબોલ જીવોની તબીબી સહાયતા અર્થે ભાજપ અને સુપાર્શ્વ જૈન સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે 29મીથી 31મી જુલાઇ સુધી ત્રિદિવસીય સેવા કેમ્પનું આયોજન કરાયું છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં એનીમલ સારવાર કીટ તથા સૂકા ચારાની અલાયદી વ્યવસ્થા પણ કરાઇ છે. જૈન સેવા મંડળના 40 લોકોની મેડીકલ ટીમ ત્રણ દિવસ દરમિયાન ઘવાયેલાં પશુઓની સારવાર કરશે. સમગ્ર પ્રોજેક્ટમાં જૈન સેવા મંડળ વતી પ્રમુખ કૌશલ મહેતા, જિલ્લા ભાજપ વતી પ્રમુખ કેશુભાઇ પટેલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, દિલીપ શાહ, જયંત માધાપરિયા સહિતના સહભાગી બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...