તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યાનો ઢંઢેરો બહાર પડાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામતાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોની બૂથ સમિતિની સમીક્ષા બેઠક ગળપાદર ખાતે યોજવામાં આવી હતી. અમરનાથમાં આતંકવાદીના હુમલામાં માર્યા ગયેલા તથા અંજાર અકસ્માતમાં મૃત્યુ પામેલ બાળકને શોકાંજલિ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં ગાંધીધામ વિધાનસભા વિસ્તારની સમસ્યાઓ સંબંધિત મેનીફેસ્ટો આપવા પણ ચર્ચા- વિચારણા કરાઇ હતી.

ગાંધીધામ વિધાનસભાના પ્રભારી ભચાભાઇ આહિર, તાલુકા પ્રભારી જુમાભાઇનો નોડે, રવજીભાઇ આહિર, વિધાનસભાના દાવેદારો કિશોર પિંગોળ, અજીત ચાવડા, પ્રાણલાલ નામોરી, આત્મારામ સુંઢા, કિશોરભાઇ, જગદીશ દાફડા, શહેર પ્રમુખ સમીપ જોશી, અંજાર વિધાન સભા યુથ પ્રમુખ અલ્પેશ દરજીનું કચ્છી શાલ અને પાઘડી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કાસમ માંજોઠી, ભરત મ્યાત્રા, દશરતસિંહ ખંગારોત ઓસ્માન ગની માંજોઠી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

કોંગ્રેસની રણનીતિ નક્કી કરવામાં આવી

તાલુકા કોંગ્રેસની બુથ સમિતિની ગળપાદરમાં બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...