તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજારમાં ફરિયાઓના સર્વે બાદ યુનિક નંબર અપાશે

અંજારમાં ફરિયાઓના સર્વે બાદ યુનિક નંબર અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાંનગરપાલિકા અને રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત અર્બન લાઇવલી હૂડ મિશન દ્વારા ‘શહેરી શેરી ફેરીયાઓનો સર્વે’ કરવામાં આવી છે, જેમાં સર્વે બાદ દરેકને ફેરિયાઓને એક યુનિક નંબર આપવામાં આવશે, જેથી તેમને સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મળી શકે.

દિન દયાલ અંત્યોદ્ય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત અને શહેરી ફેરીયાઓને સહાય ઘટક હેઠળ અંજાર નગરપાલિકા વિસ્તારની હદમાં અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ એજન્સી દ્વારા ફેરીયાઓની મોજણી કરી ઓળખપત્ર આપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

વોર્ડ નંબર 1થી 9 સુધીના તમામ શેરી ફેરીયાઓની મોજણી ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે ફેરિયાઓ પોતાના આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને બેંક પાસબૂકના પુરાવા સાથે રાખી પોતાનો સર્વે ફરજિયાતપણે કરાવી અંજાર નગરપાલિકાના કર્મચારીઓ અને મોજણી કરનારી એજન્સીને પૂરતો સાથસહકાર આપવા નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...