તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પડતર વિકાસકામના લક્ષ્યાંક નિર્ધારીત સમયમાં પૂર્ણ કરો

પડતર વિકાસકામના લક્ષ્યાંક નિર્ધારીત સમયમાં પૂર્ણ કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચાયતવિભાગ હેઠળની જે યોજનાઓ અમલી છે અને ગ્રાન્ટ હેઠળ જે વિકાસકાર્ય હાથ ધરાઇ રહ્યા છે, તેના ફાળવાયેલો લક્ષ્યાંક નિર્ધારીત સમયમાં પૂર્ણ કરવા મંગળવારે યોજાયેલી મેરેથોન બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત કચેરીના સમિતિખંડમાં સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી તમામ ટીડીઓ અને શાખાધ્યક્ષોની બેઠક મોડી સાંજ સુધી ચાલી હતી. 8 કલાક કરતાં વધુ સમય સુધી ચાલેલી મેરેથોન સમીક્ષા બેઠકમાં કુલ 37 મુદ્દા પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. ડીડીઓ સી.જે. પટેલે તમામ ટીડીઓ પાસેથી એક-એક મુદ્દે ઝીણવટભરી માહિતી માગી, જે કિસ્સામાં અધુરાશ જણાઇ તેનો ખુલાસો પછી આગામી સમીક્ષા બેઠકમાં તેનો પ્રગતિકારક અહેવાલ રજૂ કરવા પણ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ્, એસબીએમ યોજના, મનરેગાની ગ્રાન્ટ તળે ચાલી રહેલી શૌચાલય નિર્માણની કામગીરી ઉપરાંત જે યોજનામાં આધારકાર્ડનું જોડાણ કરવાનું થાય છે, તેમાં કેટલા આધારકાર્ડ લિંક-અપ થયા તેની માહિતી પણ માગવામાં આવી હતી.

મિશન મંગલમ્ યોજના તળે મોટી સંખ્યામાં સેલ્ફ હેલ્પ ગ્રૂપ બને તેના પર ભાર મુકાયો હતો.

14મા નાણાપંચ અને ધારાસભ્ય તેમજ સાંસદની આયોજન પંચ હેઠળની ગ્રાન્ટમાંથી કેટલા વિકાસકામ હાથ ધરાયા છે અને કેટલા હજુ હાથ ધરાવવાના બાકી છે, તેનો પ્રગતિ રિપોર્ટ પણ ચકાસવામાં આવ્યો હતો, તો કચ્છમાં શૂન્ય ખર્ચવાળી પંચાયતોની વર્તમાન સ્થિતિનો પણ ચિતાર મેળવાયો હતો.

DDOએ તમામ TDOની કામગીરીના લેખાજોખા લીધા : 37 મુદ્દા પર કરાઇ ચર્ચા

અન્ય સમાચારો પણ છે...