તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છની પ્રા. શાળાઓમાં 1721 શિક્ષકોની ભરતી કરવા મંજુરી

કચ્છની પ્રા. શાળાઓમાં 1721 શિક્ષકોની ભરતી કરવા મંજુરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છજિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 1721 શિક્ષકોની ભરતી કરવાની મંજુરી મળી છે, જેમાં 955 વિદ્યા સહાયકો અને 766 પ્રવાસી શિક્ષકોને નિમણૂક આપવામાં આવશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. આર. જરગેલાએ વિશેષ વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન જયંત માધાપરિયા અને શિક્ષણ સમિતિના ચેરપર્સન છાયાબેન ગઢવી પાસે કચ્છની પ્રાથમિક શાળાઓમાં 2300 ઉપરાંતની ઘટ હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેથી તેમણે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી કે, શિક્ષણના અભાવે બાળકોનો ભવિષ્ય બગડી રહ્યું છે, નવી ભરતીની પ્રક્રિયા હાથ ધરવા મંજુરી આપવામાં આવે. ડીપીઇઓએ વધુમાં કહ્યું હતું કે, દ્વારકા, દાઉદ અને કચ્છમાં કુલ 1300 વિદ્યા સહાયકોની ભરતી થવાની છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 955 વિદ્યા સહાયકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકાદ અઠવાડિયામાં જાહેરાત બહાર પડશે અને એકાદ મહિનામા તો નિમણૂક ઓર્ડર પણ અપાઇ જશે. તેમણે પ્રવાસી શિક્ષકો અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, માર્ચ માસમાં ગ્રાન્ટ હોવાથી પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા હતા, પરંતુ રાજ્ય સરકારે 766 પ્રવાસી શિક્ષકોની નિમણૂકની મંજુરી આપી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...