તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ ઇંગ્લિશ સ્કૂલે સુવર્ણ જયંતિ મહોત્સવ દબદબાભેર ઉજવ્યો

ભુજ ઇંગ્લિશ સ્કૂલે સુવર્ણ જયંતિ મહોત્સવ દબદબાભેર ઉજવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શનિવારની સાંજે વિદ્યાર્થીઓએ જન્મદિનની કેક કાપ્યા બાદ હેપ્પી બર્થ ડે નૃત્ય રજુ કર્યું હતું.

ટાઉન હોલમાં 8મી જુલાઇની સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડો. શરદ ઠાકરનું શાળા એટલે વ્યક્તિની અંદર ધબકતું સ્થાનક વિષયે વક્તવ્ય રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મહેશભાઇ ઠક્કર, શિવદાસભાઇ પટેલ, સંસ્થાના પ્રમુખ જયેન્દ્રભાઇ સંઘવી, માનદમંત્રી ડો. હિમાંશુભાઇ મોરબિયા, મનોજભાઇ પટેલ, ડો. જગદિશભાઇ મહેતા, ડો. વનરાજભાઇ કોટક, નિયામક રમણબાળાબેન મોરબિયા હાજર રહ્યા હતા. સ્વ. ડો. હિંમત મોરબિયાની યાદમાં તેમના તૈલચિત્રનું અનાવરણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાના દિવસે દર્શનાબેન ધોળકિયા અને જયંતિભાઇ જોશી શબાબનું વકત્વ રાખવામાં આવ્યું હતું. આચાર્યો અનિલભાઇ ગુંસાઇ, ચેતનાબેન જોશી અને સાજીદભાઇ ખોજાનું ગુરુપૂજન કરવામાં આવ્યું હતું. શાળાના 1967ના રજિસ્ટરમાં 1 નંબર ધરાવતા વિદ્યાર્થી દર્શકભાઇ બૂચ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શીલાબેન ભટ્ટ, નદીમભાઇ અને દિપકભાઇ ભટ્ટ, ચેતનાબેન રાઠોડ અને સાજીદભાઇ ખોજાએ કરી હતી.લીંબડી અજરામર સંપ્રદાય ટ્રસ્ટ મુંબઇ તરફથી ડો. ઋષિ જોશી, ડો. મિલિન્દ જોશી, શાળાના શિક્ષિકા સંગીતાબેન પાઠક અને અરવિંદભાઇ પિંડોરીયા તરફથી શાળાને માતબર ડોનેશન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...