• Gujarati News
  • National
  • બે વર્ષમાં લાખીયારવીરાને આદર્શ વિકસીત ગામ બનાવાશે

બે વર્ષમાં લાખીયારવીરાને આદર્શ-વિકસીત ગામ બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનાઐતિહાસીક ધરોહર સમાન પ્રથમ પાટનગર લાખીયારવીરા ગામને કચ્છના લોકોનું પોતીકું બની ગયેલું અખબાર દિવ્યભાસ્કર ગ્રૂપે દત્તક લઈ ગામને આદર્શ અને વિકસીત બનાવવાની પહેલ કરી સાચું અખબારી ઉત્તરદાયીત્વ નીભાવ્યું છે.

કચ્છી નવા વર્ષના પાવન એવા અષાઢીબીજના દિને લાખીયારવીરા ગામ ખાતે દલિત સમાજવાડી, પંચાયત ઘર, શિક્ષણ સંકુલ, તળાવ સુધારણા સહિતના વિકાસકાર્યોના ખાતમુહુર્ત કરાયા હતા અને સાચા અર્થમાં કચ્છી નુતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરીયા, નખત્રાણા એ.એસ.પી. હિમકરસિંઘ, લાખીયારવીરાના સરપંચ શામજીભાઈ સથવારા, મણીનગર ગાદી સંસ્થાન મંદિરના સંત મહામુનીશ્વરદાસજી સ્વામી, હરીશરણદાસજી સ્વામી, દિવ્યનિલયદાસજી સ્વામી, દિવ્યપ્રકાશદાસજી સ્વામી, ટ્રસ્ટીઓ જાદવજી વરસાણી કિર્તીભાઈ વરસાણી, હરીવદન જેસાણી, હરીશ કેરાઈ, જ્યોતીબેન ભટ્ટ તેમજ સુરેશભાઈ ભટ્ટે દિવ્યભાસ્કર ગ્રૂપની પહેલને બીરદાવી કાર્યમાં સહભાગી બનવાની નેમ વ્યક્ત કરી હતી.

પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે જો ગ્રામજનોનો સહકાર મળશે તો માત્ર એક વર્ષમાં લાખીયારવીરા ગામને મોડેલ તરીકે વિકસાવી શકાશે. ગામના યુવાનો તથા યુવતીઓને રોજગારી મળે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરાશે. સૂવઈની જેમ ગામને પણ વાઈફાઈ સુવિધાથી સજ્જ કરાશે.

અષાઢી બીજના સપરમા દિવસે લાખીયારવીરા ગામના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રસંગે શંભુદાન ગઢવી, સંતુભાઇ ગઢવી , શંકરદાન ગઢવી, ખેતશી હિરજી સથવારા, સોના રામા રબારી, આઈદાન ગઢવી સહિતના આગેવાનોએ દિવ્યભાસ્કર ગ્રૂપની ગામના વિકાસની પહેલને કારણે કચ્છની પ્રથમ રાજધાનીમાં નવો ઉમંગ જોવા મળી રહ્યો છે.

સમગ્ર કાર્યક્રમની રૂપરેખા દિવ્ય ભાસ્કરના તંત્રી વિપુલભાઈ વૈદ્યે આપી હતી તેમજ સમગ્ર અખબારી ગ્રૂપ વિશે કચ્છના સર્ક્યુલેશન મેનેજર કેયુરભાઈ તલાટીએ સમજ આપી હતી.

દિવ્યભાસ્કર દ્વારા લેવાયેલી પહેલથી અને ગ્રામજનોના સંપ-સહકારથી અનેક વિકાસની કામગીરી કરવાની સાંસદ દ્વારા દર્શાવાઇ નેમ

અન્ય સમાચારો પણ છે...