• Gujarati News
  • National
  • કચ્છમાં સ્વાઇનફ્લુનો કહેર જારી: વધુ 2 પોઝીટીવ કેસ નોંધાયા

કચ્છમાં સ્વાઇનફ્લુનો કહેર જારી: વધુ 2 પોઝીટીવ કેસ નોંધાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરઉનાળે કચ્છમાં ફફડાટ ફેલાવનાર સ્વાઇનફ્લુનો કહેર યથાવત રહ્યો છે. રવિવારે અષાડી બીજના દિવસે કચ્છમાં સ્વાઇનફ્લુના વધુ 2 પોઝીટીવ કેસ નોંધાતાં જિલ્લામાં રોગના કુલ પોઝીટીવ કેસનો આંક 25 પર પહોંચ્યો છે.

આરોગ્ય વિભાગના સતાવાર સુત્રોએ માહિતી આપતાં જણાવ્યું કે રતનાલના ધાણેટી રોડ નજકી આવેલ પટેલવાસમાં રહેતી 25 વર્ષિય મહિલાનો સ્વાઇનફ્લુ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ મહિલા ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવા લઇ રહી છે. જયાં તેની તબિયત સ્થીર હોવાનું જાણવા મળ્યું છે. તો અંજાર તાલુકાના મેઘપર બોરીચીના 31 વર્ષના યુવકનો સ્વાઇનફ્લુ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સ્વાઇનફ્લુગ્રસ્ત યુવક આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. અત્યાર સુધી કચ્છમાં સ્વાઇનફ્લુના કુલ 25 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 7 લોકોના મોત થયા છે. તો 7 લોકો હજુ પણ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જયારે 11 લોકો વાયરસમાંથી સાજા થઇ પરત ઘરે ફર્યા હોવાનું એપેડેમીક મેડિકલ ઓફિસર અરૂણકુમાર કૃમીએ માહિતી આપતાં જણાવ્યું હતું. આરોગ્ય વિભાગે સઘન સર્વે શરૂ કર્યો છે.

રતનાલમાં એક સપ્તાહમાં ત્રીજો કેસ

અંજારનુંરતનાલ સ્વાઇનફ્લુના વાયરસનું કેન્દ્ર બની રહ્યું હોય તેમ માત્ર એક સપ્તાહના ટુંકાગાળામાં રતનાલમાં સ્વાઇનફ્લુના 3 પોઝીટીવ કેસ નોંધાયા છે. રવિવારે 25 વર્ષિય મહિલા સ્વાઇનફ્લુનો શિકાર બની તે પૂર્વે એક મહિલા અને એક પુરુષ રોગનો ભોગ બની ચુકયા છે.

રતનાલની મહિલા અને મેધપર બોરીચીનો પુરુષ એચવન એનવનમાં સપડાયા: કુલ આંકડો પહોંચ્યો 25 પર

અન્ય સમાચારો પણ છે...