માધાપરમાં પરિણીતાએ જાત જલાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના માધાપર ગામે રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર અગનપછેડી ઓઢી આત્મહત્યાની કોશિશ કરી હતી. બનાવ બાદ મહિલાને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, માધાપર ગામના જૂનાવાસમાં રહેતા કંચનબેન અરવિંદભાઇ સોનીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેમને ઘાયલ અવસ્થામાં જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કયા કારણોસર જાત જલાવી તે અંગે પોલીસ આગળની છાનબીન હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...