• Gujarati News
  • National
  • ગ્રાઉન્ડ+2ની મંજૂરીથી ગામતળ સિવાયના ભાવમાં ઘટાડો થશે

ગ્રાઉન્ડ+2ની મંજૂરીથી ગામતળ સિવાયના ભાવમાં ઘટાડો થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંતાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વર્તમાન બાંધકામના નિયમોમાં ફેરફાર સાથે ગ્રાઉન્ડ પ્લસ 2ની મંજૂરી સરકાર દ્વારા અપાતા વિશેષ કોઇ અસર રીયલ માર્કેટને થાય તેમ નથી. માત્ર શહેરી વિસ્તારમાં આવેલા રિંગરોડ પરના ભાવ ઉંચકાય તે સિવાય કોઇ ફાયદો આમ જનતાને થાય તેમ નથી.

અંગેની માહિતી આપતા જાણીતા બિલ્ડર અને ડેવલોપર્સ શંભુભાઇ નંદાએ જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ પ્લસ 2ની મંજૂરીથી કોઇ ફાયદો થાય તેમ નથી. તેમણે નિયમો અંગે જણાવ્યું હતું કે, માત્ર 9 મીટરથી વધુ સાઇઝના રિંગરોડ પર ગ્રાઉન્ડ પ્લસ 2ને મંજૂરી મળશે. સામાન્ય રીતે મેઇન રોડને બાદ કરતા તમામ રોડ 7.50 મીટરના હોય છે, જેથી આખી સોસાયટીમાં નિયમ લાગુ પડતો નથી, તો ગામતળમાં મંજૂરી નથી અપાઇ. તેમ ગ્રાઉન્ડ પ્લસ 2માં ઉંચાઇ 10 મીટર અપાઇ છે અને 100 મીટરના પ્લોટમાં અગાઉ 70 ટકા બાંધકામ હતું જે ઘટીને 65 ટકા કરાયું છે.અગાઉ ઉંચાઇ 7 મીટરની મંજૂરી અપાતી હતી, જ્યારે હાઇવેમાં અગાઉ 6 મીટર માર્જિન હતું જે વધારીને 9 મીટરનું માર્જિન મૂકવામાં આવ્યું છે. તેમ સાર્વજનીક પ્લોટ પાસે 3 મીટરનું માર્જિન નક્કી કરાયું. આમ જોતાં નિયમો અને સરકારની જાહેરાતથી કોઇ ફાયદો થાય તેમ નથી. માત્ર હાઇવે અને રિંગરોડ પરના જમીન માલિકોને ફાયદો થાય તે પણ નજીવો ફાયદો થાય તેમ છે. ભુજની આજુબાજુના માધાપર-મિરજાપર સહિતના ગામો આમ પણ ભાડાની હદ બહાર આવતા હોઇ અહીં પંચાયત મંજૂરી આપતી હોય છે, પરંતુ ત્યાં વર્તમાન સ્થિતિએ ગ્રાઉન્ડ પ્લસ 1નું ચલણ છે. આમ પણ મધ્યમવર્ગને માટે ભુજ સિવાયના વિસ્તાર પરવડે તેમ છે, જેથી આમ જનતા માટે કોઇ વિશેષ ફાયદો નથી.

અન્ય સમાચારો પણ છે...