• Gujarati News
  • National
  • મૂળ ભુજની છાત્રા નીટમાં રાજ્યમાં પાંચમા ક્રમે ઝળકી

મૂળ ભુજની છાત્રા નીટમાં રાજ્યમાં પાંચમા ક્રમે ઝળકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંલેવાયેલી નેશનલ એલિજિબિલિટી એન્ટ્રાન્સ ટેસ્ટની પરીક્ષામાં મૂળ ભુજની હાલે અમદાવાદમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રાજ્યમાં પાંચમા તેમજ દેશમાં 542મા ક્રમે ઝળકીને કચ્છનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદની યુટોપિયા સ્કૂલમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરિમા દાવડાએ 640 માર્કસ મેળવીને સિદ્ધિ હાંસલ કરી હતી. તેમના પિતા કિશોર દાવડા પણ ધો. 10માં રાજ્યમાં અવ્વલ તેમજ ધો. 12માં કચ્છમાં મોખરે રહ્યા હતા. પિતાના જણાવ્યા મુજબ તેમની પુત્રી છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયાથી દૂર રહી હતી.