તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ ગાંધીધામમાં ગરમીનું વધેલું પ્રમાણ યથાવત

ભુજ-ગાંધીધામમાં ગરમીનું વધેલું પ્રમાણ યથાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદીવિરામ બાદ કચ્છમાં વધેલું ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રવિવારે ભુજમાં મહત્તમ તાપમાન 40.2 ડિગ્રીના આંકે પહોંચ્યા બાદ સતત બીજા દિવસે પારો 40.2 ડિગ્રીના આંક પર સ્થિર રહ્યો હતો, તો કંડલા અેરપોર્ટમાં મહત્તમ તાપમાનનો પારો 1 ડિગ્રીના વધારા સાથે 40.8 ડિગ્રીના આંક પર અટક્યું હતું. બન્ને શહેરમાં લૂ ઓકતા પવનથી લોકો રીતસરના અકળાયા હતા. કંડલા પોર્ટમાં પણ મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાતાં ગરમીની તીવ્રતા વર્તાઇ હતી. એક સપ્તાહ સુધી મહત્તમ તાપમાન 39થી 41 ડિગ્રી વચ્ચે રહેવા વકી છે.

અન્ય સમાચારો પણ છે...