તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રમજાનમાં 7 8 દિવસે પાણી વિતરણ થતાં રોષ

રમજાનમાં 7-8 દિવસે પાણી વિતરણ થતાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાનીવોટર બ્રાન્ચ છેલ્લા એકાદ માસથી પાણી વિતરણ વ્યવસ્થા જાળવવામાં નબળી પૂરવાર થઇ રહ્યા છે, જેમાં રમજાન મહિનો શરૂ થયા બાદ દિવસથી 7-8 દિવસ પાણી મળી રહ્યું છે, જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પાએ કચેરીના વોર્ડરથી બ્રાન્ચ હેડ સુધીના કર્મચારીઓની એકસામટી બદલીના ઓર્ડર કર્યા બાદ દરેક શાખાની કામગીરી પર અવળી અસર જોવા મળી રહી છે, જેથી લોકોને પૂરી પાડવાની સુવિધા ઉપર વિપરીત અસર થઇ રહી છે. ખાસ કરીને વોટર બ્રાન્ચ અને વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચની કામગીરી ખોરવાઇ ગઇ છે. વોટર સપ્લાય બ્રાન્ચ દ્વારા એકાંતરે અથવા તો બે-ત્રણ દિવસ નિયમિત પાણી વિતરીત કરાતું હતું, જે હવે ધીરે-ધીરે 7થી 8 દિવસે વિતરીત થવા લાગ્યું છે. એક બાજુ રમજાન માસ ચાલી રહ્યો છે અને બીજી બાજુ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવાથી લોકો રોષે ભરાય છે, પરંતુ વિપક્ષી નગરસેવકો કોની પાસે રજૂઆત કરવી તેની અવઢવમાં છે. કેમ કે, પદાધિકારીઓ, મુખ્ય અધિકારી અને બ્રાન્ચ હેડ કે એન્જિનિયરો હાજર હોતા નથી. લોકોમુખેથી જાણવા મળ્યા મુજબ આવી સ્થિતિ છેલ્લા 20 વર્ષમાં સર્જાઇ નહોતી.

અન્ય સમાચારો પણ છે...