તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હમીરસરમાંથી 1 વર્ષે પકડાયેલો મગર રૂદ્રમાતા ડેમમાં મુક્ત કરાયો

હમીરસરમાંથી 1 વર્ષે પકડાયેલો મગર રૂદ્રમાતા ડેમમાં મુક્ત કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાહૃદય સમાન હમીરસર તળાવમાં ગત વર્ષે જૂન માસ દરમિયાન મગર આવી ગયો હતો, જેને એક વર્ષ બાદ રવિવારે વડોદરાની એનજીઓ અને સ્થાનિક લોકોએ પકડીને સોમવારે રૂદ્રમાતા ડેમમાં મુક્ત કર્યો હતો.

પાલિકાની સેનિટેશન સમિતિના ચેરમેન ધીરેન ઠક્કરે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ખાણેતરા દરમિયાન પરેશ ભાવસાર અને ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયને મગર દેખાયા બાદ શનિવારે વડોદરાની બિનસરકારી સંસ્થાના રાકેશ વઢવાળા અને ચેતન રાવલને બોલાવાયા હતા. જેમણે ભુજના કોલીવાસના ચંદુ, ભરત, સંજય અને પ્રવિણની મદદથી રવિવારે રાત્રે 11:30 વાગ્યે મગરને પકડી લીધો હતો. જે બાદ સોમવારે સવારે 9:30 વાગ્યે ભાનુભાઇ ઠક્કર, નગરપતિ અશોકભાઇ હાથી રૂદમાતા ડેમ પહોંચ્યા હતા અને ફોરેસ્ટ ખાતાના આરએફઓ સુરેશભાઇ અબોટી, એ.જે. સુમરા, કાનજી બેરની મદદથી પાણીમાં વિચરતો કર્યો હતો. ત્યારબાદ સોમવારે રાત્રે લોહાણા ભુવનમાં જમણવાર રાખ્યો હતો અને તમામને રોકડ અને સાલ ઓઢાડી સન્માનાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વનતંત્રે વડોદરાના તજજ્ઞોને બોલાવીને સતત એકાદ માસથી મગર પકડવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા મળી હતી. ભુજના જવાનોએ રવિવારે મગર ઉપર કૂદી પડીને બાંધી લીધો હતો.

વડોદરાની સંસ્થાના કાર્યકરો અને સ્થાનિક લોકોની મહેનત રંગ લાવી

અન્ય સમાચારો પણ છે...