તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એન્ટીરોમિયો ડ્રાઇવ : બિભત્સ હાલતમાં પ્રેમીપંખીડા ઝડપાયા

એન્ટીરોમિયો ડ્રાઇવ : બિભત્સ હાલતમાં પ્રેમીપંખીડા ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમકચ્છ પોલીસ દ્વારા સોમવારે ભુજ શહેર અને તેની આસપાસના બાગ-બગીચા, શાળા-કોલેજ અને મંદિર સંકુલો જેવા સ્થળો પર પોલીસ દ્વારા અલગ-અલગ 10 ટીમ બનાવીને ‘એન્ટી રોમિયો ડ્રાઈવ’ યોજવામાં આવી હતી. પોલીસની વિવિધ 10 ટીમ ડ્રાઈવમાં હતી, ત્યારે ભુજની ભાગોળે આવેલા ટપકેશ્વરી વિસ્તારમાં અશ્લિલ અવસ્થામાં બેઠેલાં એક પ્રેમીપંખીડાને ઝડપી પાડ્યા હતા.

ભુજ શહેરમાં શાળા અને બાગ-બગીચામાં અગાઉ પોલીસે રોમિયોગીરી કરતા કેટલાક લોકોને પકડી પાડ્યા હતા અને તેમના પાસેથી માફીપત્રો લખાવ્યા હતા, જેમાં કેસ કરવાલાયક યુવાન સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. પોલીસની કામગીરીથી છેડતી અને રોમિયોગીરી કરતા તત્ત્વો પર મહદઅંશે રોક આવી ગઇ હતી, પરંતુ વચ્ચે કેટલાક મહિના પોલીસે એન્ટી રોમિયો ડ્રાઇવ બંધ કરી દીધી હતી, જે ફરી સોમવારે હાથ ધરાતા અચાનક પોલીસની ટીમ શહેરના બાગ-બગીચા અને શાળાઓ સહિતના સ્થળોએ ખડકાઇ જતાં આવારા તત્ત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, તો શહેરની ભાગોળે આવેલા ટપકેશ્વરી વિસ્તારમાં પોલીસે એક યુગલને પકડ્યું હતું. કઢંગી હાલતમાં બેઠેલા હતા તે જોઇને પોલીસનું માથું શરમથી ઝૂકી ગયું હતું. પોલીસ ટીમના અધિકારીઓએ ઠપકો આપતાં સામે વિરોધમાં યુવતીએ પોલીસને કહ્યું હતું કે,‘હું મારા બોયફ્રેન્ડની જાંઘ પર હાથ રાખું તેમાં તમને વાંધો શુ છેω’ તેમજ બાઇક પર ચીપકીને બેશું તેમાં તમારો કયો ગરાસ લૂંટાઇ જાય છે, તેવો ઉદ્ધત જવાબ આપતાં સાંભળી એક તબક્કે પોલીસ હેબતાઇ ગઇ હતી અને આખરે વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતાં જિલ્લા પોલીસે બન્નેના માતા-પિતાને પોલીસ સ્ટેશન બોલાવવાનું કહેતાં યુવતીની શાન ઠેકાણે આવી ગઇ હતી અને તેના બોયફ્રેન્ડથી અલગ થઇને સોરી-સોરી કહી પોલીસ અધિકારીઓ સમક્ષ માફીપત્ર લખી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...