તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટને પછાડી ગાંધીધામની ટીમ ક્રિકેટ સ્પર્ધામાં વિજેતા બની

રાજકોટને પછાડી ગાંધીધામની ટીમ ક્રિકેટ સ્પર્ધામાં વિજેતા બની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામમાંઆયોજીત રાજકોટ અને કેડીઆરસીએ વચ્ચેની ક્રિકેટ સ્પર્ધામાં કેડીઆરસીએ વિજેતા જાહેર થઈ હતી.

કચ્છ રૂલર ક્રિકેટ એશોસીએશન, ગાંધીધામ અને રાજકોટ રુલર ડિસ્ટ્રીક્ટની ટીમ વચ્ચે ડીપીએસ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ જંગ ખેલાયો હતો. જેમાં કેડીઆરસીએની ટીમે પ્રથમ ઈનીંગમાં દસ વિકેટ ગુમાવી 55.2 ઓવરમાં 10 રન, બીજી ઈનીંગમાં 44.5 ઓવરમાં 88 રન જ્યારે રાજકોટૅ 36 ઓવરમાં 92 અને 85 રન 4 વિકેટના નુકશાન પર કર્યા હતા. પ્રથમ ઈનીંગમાં મળેલી લીડના આધારે કેડીઆરસીએ, ગાંધીધામને વિજેતા ઘોષીત કરાયા હતા. દેવ દંડૅ 12 જ્યારે કુશાલ સેતા 13 વિકેટ મેળવી હતી. જેમાં મુખ્ય અતિથિરૂપે પૂર્વ કચ્છ એસપી ભાવના પટેલ તથા કેડીઆરસીએના પ્રમુખ શેખર અયાચી, શરદ શેટ્ટી, સંજય ગાંધી, તુલસી સુજાન ઉપસ્થિત રહ્યા હતા

ટોસ ઉછાળી મેચની શરૂઆત કરાવતા એસપી

દેવ દંડે 12 અને કુશાલ સેતાએ 13 વિકેટ લીધી

અન્ય સમાચારો પણ છે...