તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આતંકી પ્રવૃત્તિઓ માટે કચ્છ બોર્ડર બની શકે સોફ્ટ ટાર્ગેટ

આતંકી પ્રવૃત્તિઓ માટે કચ્છ બોર્ડર બની શકે સોફ્ટ ટાર્ગેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાંઆતંકવાદીઓ ઘૂસાડવા માટે હવે કચ્છની સિરક્રીક સહિતનો બોર્ડર વિસ્તાર સોફટ ટાર્ગેટ બની શકે છે, એવા ગુપ્તચર તંત્રોના ઇન્પુટના પગલે કચ્છની સરહદ પર બીએસએએફે સલામતી વ્યવસ્થાને વધુ સઘન બનાવી દીધી છે. કાશ્મીર બોર્ડર પર ત્રાસવાદી તત્ત્વોના સફાયા માટે આર્મીએ દેખો ત્યાં ઠારના આદેશ જારી કરવા સાથે આતંકીઓના પ્રવેશવા માટેના મોટાભાગના રસ્તા બંધ કરી દીધા છે. આર્મીના સખત વલણથી રઘવાયેલા

...અનુસંધાન પાનાનં.6

બનેલાપાક. પ્રેરીત આતંકી સંગઠનો હવે કચ્છ બોર્ડરને પોતાનું લક્ષ્ય બનાવી શકે છે. તેવા ગુપ્તચર તંત્રોના અહેવાલના પગલે કચ્છની જમીની સરહદ પરનું પેટ્રોલિંગ વધુ સઘન બનાવી દેવાયું છે.

કચ્છ બીએસએફના ડીઆઇજી ઇન્દરકુમાર મહેતાએ જણાવ્યું કે, હાલ બોર્ડર પર જેટલી ટુકડી તૈનાત છે તેને સતત એલર્ટ પર રહેવા સૂચના આપી દેવાઇ છે અને જો કોઇપણ શંકાસ્પદ ગતિવિધિ માલૂમ પડે તો તરત એક્શન લેવાની સૂચના અપાઇ છે, તો આગામી સમયમાં સિરક્રીક સરહદ નજીકના જી-પીલર પાસે કેટલીક વધારાની ચોકીઓ ઉભી કરવા માટે દરખાસ્ત રજૂ કરવા સક્રીય વિચારણા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને મુંબઇમાં આતંકી હુમલાઓને અંજામ આપવા માટે ત્રાસવાદીઓને ઘૂસાડવા માટે કચ્છ બોર્ડરને ટાર્ગેટ બનાવી શકે છે, તેવી બાતમી બાદ નાપાક ષડયંત્ર સામે બાથ ભીડવા કચ્છમાં કાર્યરત તમામ સુરક્ષા એજન્સીઓને સાબદી કરી દેવાઇ છે.કાશ્મીર સરહદે આર્મીએ સુરક્ષા સઘન બનાવ્યા બાદ

દરિયાઇ સરહદે હોવરક્રાફટ તૈનાત કરાયું

કચ્છની સંવેદનશીલ સરહદે દરિયાઇ સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે હોવરક્રાફટ સહિતના આધુનિક સાધનો તૈનાત કરાયા છે. અમેરિકા પાસેથી જે હોવરક્રાફટ ખરીદાયું છે, તે 10 કિલોમીટરની રેન્જમાં દુશ્મનોના ખાત્મા માટે સક્ષમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...