તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જ્યાં મા વાંકોલના બેસણા છે : કચ્છનું વિરાત્રા ધામ એટલે ખોજડ ખટલા વાંકોલ ધામ

જ્યાં મા વાંકોલના બેસણા છે : કચ્છનું વિરાત્રા ધામ એટલે ખોજડ ખટલા વાંકોલ ધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસ્થાન ચોહટન વિરાત્રાથી કચ્છમાં સૌપ્રથમ વિચરણ કરવા જગદંબા આઈ વાંકોલ અહીં નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે આવેલા ખીજડ ખટલા ધામ મધ્યે પધાર્યા અને ભોપા શોભરામ ભોપાને સહાયતા કરી અને ત્યાર બાદ શોભરામ ભોપાના દીકરા એવા ગડુઆ ભોપાને સહાયતા કરી તેમજ ગડુઆ દાદાની વાંકોલ મા તરીકે ઓળખાયા, ત્યાર બાદ સમગ્ર કચ્છમાં રબારી સમાજ મા આઈ વાંકોલના દેવળો બંધાતા ગયા અને આજે સમગ્ર રબારી સમાજ વિહોતર આઈ વાંકોલનો પરમ ઉપાસક છે. અહીં ખાંભલા મધ્યે આવેલા ખીજડ ખટલાવાળી વાંકોલ તરીકે ઓળખાય છે. સમયાંતરે આઈ વાંકોલના પરમ ઉપાસક તરીકે શોભરામ દાદા તથા ગડુઆ દાદાના પરચા રબારી સમાજ ઉપરાંત અન્ય સમાજોમાં પણ જગવિખ્યાત છે. ગમે તેવી મુશ્કેલીમાં મા વાંકોલને આધારો એટલે ધાર્યા કામો પાર પડે. લોકોમાં અહીં ખટલા ધામને બીજું વિરાત્રા ધામ તરીકે માને છે. માતાજીના ઘોર (છંદ)માં પણ ગવાયું છે, ‘જેવો મારો વિરાત્રા ધામ એનાથી સવેકું મારું ખીજડ ખટલા ધામ’ અહીં 800 જેટલા વર્ષ થયા હોવાનું લોકો જણાવે છે કે, 800 વર્ષ પહેલાં અહીં વાંકોલ માતાજી શોભરામ ભોપા ભેગા રાજસ્થાનથી આવ્યા હતા અને ત્યાર બાદ અનેક પરચા પુરતા ગયા અને સમગ્ર કચ્છમાં માતાજી પુજાતા ગયા. અત્યારે પણ કચ્છમાં ઉલટ, વડવા ભોપા, ભોપાવાંઢ તથા બોચા ગામે વાંકોલ માના પ્રસિદ્ધ મંદિરો આવેલા છે અને આઈ વાંકોલને ખાંભલા ગામે ખાંભલા પરિવારના લાખા ભોપા ગાદિ સંભાળી રહ્યા છે. એવા ખાંભલા ગામે દરવર્ષે અહીં જેઠ સુદ 14ના સમગ્ર રબારી સમાજ એકઠો થઈ મા વાંકોલની જાતર (પેડી) કરી રહ્યો છે. જેમાં કચ્છ, હાલાર, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી માતાજીનો અનુયાયી વર્ગ માથું ટેકવવા પધારે છે અને સારા વરસાદના શુકન મેળવે છે. વર્ષે પણ અહીં જેઠ સુદ 14 તા. 8/6ના માતાજીના મંદિરે જાતર (પેડી) યોજાઈ હતી, જેમાં પણ લાખા ભોપા દ્વારા તથા સમગ્ર ખાંભલા સમસ્ત ગ્રામજનોના સહયોગથી લોકોને આમંત્રિત કરાયા હતા. જેઠ સુદ 14ના અહીં માતાજીની જાતર તેમજ ચાલુ વર્ષ કેવું નિવડશે, ધન-ધાન્ય કેવા થશે એવી એંધાણી પણ પધારેલા ભોપાઓને માતાજી રૂખડા સ્વરૂપે દર્શન આપી જાણ કરશે અને ભોપાઓ સમગ્ર વિહોતરને માતાજીનો બોલ જણાવશે, આમ સમગ્ર કચ્છમાં રબારી સમાજ જેઠ સુદ 14ની પતરીની રાહ જોતો હોય છે અને અહીંથી પતરી લીધા બાદ પોતાનો માલ લઈને પરત ફરે છે. અહીં યોજાનારી જાતર દરમિયાન સવારે હોમહવન, સાંજે દોહા-છંદની રમઝટ સાથે રબારી સમાજની દીકરીઓ ગરબા લઈ માતાજીની આરાધના તેમજ રાડો દેવરા ભોપાના ઘોરનો કાર્યક્રમ નિહાળવા સમગ્ર સમાજ પધાર્યો હતો તથા મહાપ્રસાદ લાખાભોપાના જણાવ્યા મુજબ અહીં દરરોજ યાત્રાળુઓ પધારે છે, જેનું અન્નક્ષેત્ર પણ ચાલુ કરાયું છે. અહીં પધારનારા ભુવાઓ તેમજ માતાજીની માનતાઅે આવતા લોકોનું માન-સન્માન જાળવવા માટે ભોપા લાખા દેવા તેમજ ભોપારી રાણા રામા સેવા આપી રહ્યા છે તેમજ ખાંભલા ગામના સ્વયંસેવકો પણ સારો એવો સહયોગ આપી રહ્યા છે, તેથી કહેવાયું છે કે, કચ્છમાં સૌપ્રથમ બિરાજમાન મા વાંકોલનું ખીજડ ખટલાધામ એટલે જાણે કચ્છનું વિરાત્રા ધામ શોભી રહ્યું છે.

રા

અન્ય સમાચારો પણ છે...