તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડક્રોસ એટલે સેવાનો પર્યાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડક્રોસની સ્થાપના 8 મે-1863ના સર જીન હેનરી ડ્યુનાન્ટ નામની વ્યક્તિએ કરી, જે આજે વિશ્વમાં 190 દેશમાં ફેલાયેલી છે. વિશ્વની અંદર 190 દેશ સિવાય પણ કોઈ જગ્યાએ કુદરતી અથવા માનવસર્જીત મોટી આફત થાય ત્યારે રેડક્રોસ મદદ માટે ત્યાં પહોંચી જાય છે. વિશ્વની સૌથી મોટી માનવતાવાદી સંસ્થા એટલે રેડક્રોસ.

રેડક્રોસની સ્થાપનાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. એક સમયે (1862) સર હેનરી ડ્યુનાન્ટ પોતાના વેપાર નિમિત્તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા તે સમયે વચ્ચે ઓસ્ટ્રિયા અને ફ્રાન્સ એમ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, જે યુદ્ધમાં ઘણા સૈનિકો ઘાયલ થયેલા એમની નજરે જોયા તદુપરાંત આજુબાજુના નાગરિકો પણ યુદ્ધના કારણે ઈજાગ્રસ્ત થયેલા જોવા મળેલા. એમનાથી જેટલી શક્ય બની તેટલી બીજા લોકોની મદદ મેળવી ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક ઉપચાર કર્યો, તે સમયે એમને વિચાર આવ્યો એવી કોઈક સંસ્થા હોવી જોઈએ જે ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપી શકે, એમ રેડક્રોસની શરૂઆત થઈ. સર જીન હેનરી ડ્યુનાન્ટ સ્વિત્ઝરલેન્ડના રહેવાસી હતા, એટલે પોતાના દેશનો ઝંડો છે અેને ફેરવી નામ બનાવ્યું રેડક્રોસ. ત્યારથી રેડક્રોસની નિશાની એટલી પ્રચલીત થઈ ગઈ કે ડોક્ટર, મેડિકલ, હોસ્પિટલ આજે પણ નિશાનીનો ઉપયોગ કરે છે. ખરેખર રેડક્રોસની નિશાની રેડક્રોસના સ્વયંસેવક, મેમ્બર અથવા આર્મીના ડોક્ટર ઉપયોગ કરી શકે છે, જો કોઈ બીજી વ્યક્તિ પોતાના ધંધામાં તે નિશાનીનો ઉપયોગ કરે તો તેનો ગેરઉપયોગ ગણાય, એવો આપણા ભારતના બંધારણમાં ઉલ્લેખ કરેલો છે. જિલ્લા લેવલ ઉપર કલેક્ટર, રાજ્ય લેવલ ઉપર ગવર્નર તેમજ રાષ્ટ્ર લેવલે રાષ્ટ્રપતિ રેડક્રોસના પ્રમુખ પદ પર હોય છે. રેડક્રોસ મૂળ સાત સિદ્ધાંતને અનુલક્ષીને દરેક જગ્યા ઉપર કામ કરે છે. કચ્છ રેડક્રોસ શાખામાં અત્યારે વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં થેલેસેમિયા પરીક્ષણ કરવું, પ્રાથમિક સારવારની તાલીમ આપવી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપી લોકોને આફત સામે પૂર્વ તૈયારી કેમ કરવી તે સમજાવવું, જુનિયર રેડક્રોસ શાળા લેવલ ઉપર તેમજ યૂથ રેડક્રોસ કોલેજ લેવલ ઉપર બનાવી તેમને અલગ-અલગ તાલીમ આપવી, સ્વયંસેવક રેડક્રોસમાં તૈયાર કરી તેમને વિવિધ તાલીમ આપી સજ્જ કરવા વગેરે પ્રવૃત્તિઓ કચ્છની અંદર રેડક્રોસ દ્વારા ચાલી રહેલી છે. 26 જાન્યુઆરી-2001 કદાચ કચ્છની વ્યક્તિઓ ક્યારેય તે દિવસ ભૂલી શકશે નહીં, તે ભૂકંપ પછી ઘણી બધી સંસ્થાઓ મદદ માટે આવી, પરંતુ એક સંસ્થાને કચ્છના લોકો ક્યારે ભૂલી શકશે નહીં અને તે એટલે રેડક્રોસ. 27મી જાન્યુઆરીથી કચ્છમાં તે સંસ્થાએ લોકોની મદદ કરવાનું શરૂ કરી નાખ્યું તે સમયે લાલન કોલેજ મધ્યે ઈમર્જન્સી હોસ્પિટલનું નિર્માણ કર્યું અને લોકોની સારવાર શરૂ કરી દીધી. ધીરે-ધીરે તંબુ આપવાની શરૂઆત કરી, ધાબળા આપવા, હાઈજીન કિટ, કપડાં વગેરે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની શરૂઆત કરી. સ્વયંસેવકોને તૈયાર કરી વધુ ને વધુ લોકો સુધી સેવા પહોંચાડવાની શરૂઆત કરી. પ્રાથમિક સારવાર તાલીમ, આફત સામેની પૂર્વ તૈયારી તાલીમ, વોટર અને સેનિટેશન, માનસિક પ્રાથમિક સારવાર વગેરે અનેક કાર્યક્રમો કચ્છની અંદર રેડક્રોસ સોસાયટીએ કર્યા. અંદાજીત 200 સ્વયંસેવકની ટુકડી કચ્છની અંદર રેડક્રોસ સોસાયટીએ બનાવી.

રે

અન્ય સમાચારો પણ છે...