તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વરસાદથી ખાણેતરાની કાર્યવાહી આટોપી લેવાઇ

વરસાદથી ખાણેતરાની કાર્યવાહી આટોપી લેવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાહૃદય સમાન હમીરસર તળાવનું ખાણેતરું 2જી જૂનના શરૂ કરાયું હતું અને 10મી જૂન સુધી 23.600 ઘન મીટર માટી કાઢી તળ ઉંડું કરાયું હતું, પરંતુ સાંજે વરસાદ પડતાં કામગીરી આટોપી લેવાઇ હતી. નગરપાલિકા, ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ, બિન સરકારી સંસ્થાઓ અને નાગરિકોએ 2જી જૂનના સ્વામિનારાયણના સંતોને સાથે રાખી પૂજનવિધિથી ખાણેતરાનો પ્રારંભ કર્યો હતો. પ્રથમ દિવસે માત્ર 2500 ઘન મીટર જેટલી માટી ઉપડી હતી, પરંતુ દિવસોદિવસ કામમાં ગતિ આવી હતી અને 9 દિવસના અંતે 23.600 ઘન મીટર માટી ઉપાડી લીધી હતી. સાંજે 4:30 વાગ્યે વરસાદી માહોલ ઉભો થતાં કામગીરી આટોપી લેવાઇ હતી.

લક્ષ્યાંક કરતા 1 ઘન મીટર માટી વધુ ઉપડી

સેનિટેશનસમિતિના ચેરમેન ધીરેન ઠક્કરે જણાવ્યું હતું કે, 22.500 ઘન મીટર માટી ખોદવાનો લક્ષ્યાંક રખાયો હતો, પરંતુ 23.600 ઘનમીટર માટી ઉપાડીને લક્ષ્યાંક કરતાં 1 ઘનમીટર માટી વધુ બહાર કઢાઇ છે, જેથી પાણીની સંગ્રહશક્તિમાં વધારો થશે, પરંતુ વિશાળ તળાવમાં નજીવું ખોદકામ કહેવાય. જો માટી સૂકાઇ જશે તો તો સોમવારથી ફરી કામગીરી શરૂ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...