તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રાચીન રઘુનાથજીના મદિરનું ભૂમિપૂજન

પ્રાચીન રઘુનાથજીના મદિરનું ભૂમિપૂજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાઉપલીપાળ રોડ સ્થિત અને સાડા ચાર સદી પુરાણા રઘુનાથજીના મંદિરનું ભૂમિપૂજન શનિવારે સવારે સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી અને અન્ય સંપ્રદાયના સંતો, મહંતો રાજકીય અગ્રણીઓના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી કરવામાં આવ્યું હતું. પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર માટે રૂા. 80 લાખ જેટલો ખર્ચ કરી ભવ્ય બનાવવા માટે કચ્છ અને વિદેશ વસતા દાતાઓએ સહયોગ આપ્યો છે. રઘુનાથજી મંદિર જીર્ણોદ્ધાર સમિતિ ધાર્મિક કાર્ય માટે રાત-દિવસ મહેનત કરી રહી છે. સવારે શાસ્ત્રી જનકભાઈ દ્વારા વિધિ કરાઈ, ત્યારે સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજી, કબિર મંદિરના મહંત કિશોરદાસજી, બિહારીલાલના મહંત મોનીબાપુ, આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજી, ભગવતીધામના રાજુભાઇ જોષી, દ્વારકાધિશ મંદિરના ચંદ્રવદનભાઈ વ્યાસ, આશાપુરા મંદિરના જનાર્દનભાઈ દવે સહિતના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા, તો દાતા પરિવાર, શહેરના અગ્રણીઓ, નગરપ્રમુખ, રાજકીય અગ્રણીઓ અને ભાવિકોએ લાભ લીધો હતો. સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ પૂજારાએ સૌના સહકાર બદલ આભાર માન્યો હતો.

ઉપલીપાળ રોડ પાસે આવેલા સાડા ચાર સદિ પુરાણા રઘુનાથજી મંદીરનું ભૂમિપુજન કરી રહેલા સંતો-મહંતો અને રાજકીય અગ્રણીઓ.

અન્ય સમાચારો પણ છે...